Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ભાવનગરના સેવાભાવી ઉદ્યોગપતિ ઓધવજીભાઈ નાવડા વાળાનું મુખ્‍યમંત્રી અને રાજ્‍યપાલ દ્વારા સન્‍માન

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧ :  ભાવનગર ના અગ્રણી ઉદ્યોગપતિ   ઓધવજીભાઈ પટેલ નાવડા વાળાનું રાષ્‍ટ્રીય પર્વ ૨૬ જાન્‍યુઆરી રોજ પ્રજાસત્તાક દિને બોટાદ ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, રાજ્‍યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ધારાસભ્‍ય શંભુનાથ ટુનડયાજી, ધારાસભ્‍ય  ઉમેશભાઈ મકવાણા, તથા પૂર્વ મંત્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્‍યામભાઈ વીરાણી જીલ્લા કલેકટર  તથા જીલ્લા ડીએસપી તથા અન્‍ય આગેવાનો ની ઉપસ્‍થિતિ માં સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઓધવજીભાઈ પટેલ નાવડા એટલે સેવાનું સમીયાણુ વરસો પહેલાં ભાવનગર થી અમદાવાદ જવા માટે ધંધુકા થી જવાતું હતું અને તે સમયે ધંધુકા આજુ બાજુ ખુબ અકસ્‍માતો સર્જાતા હતા. તે સમયે ધંધુકા મા મોટી હોસ્‍પિટલ ન હતી ધંધુકા થી તાત્‍કાલિક સારવાર માટે ભાવનગર અને અમદાવાદ સો સો કીલોમીટર દુર થાય આથી સારવારના અભાવે અવસાન ની ઘટનાઓ બનતી આથી ઓધવજી ભાઈ એ અંગત રસ લઇ ધંધુકા ની નજીક દશ વિઘા જમીન લઈ ને આર.એમ.એસ હોસ્‍પિટલ ઉભી કરી ડોક્‍ટર ને રહેવા માટે ક્‍વાર્ટર બનાવ્‍યા જેથી તાત્‍કાલિક સારવાર મળી રહે અને હોસ્‍પિટલ ખાતે સતત ઓધવજી ભાઈ ની હાજરી હોય છે એકદમ રાહતદરે સારવાર આપવામાં આવે છે જરૂરિયાત મુજબ ના પરીવારો ને વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવે છે તેમજ નાતજાતના ભેદભાવ વગર છેલ્લા ચાર વર્ષથી નાવડા ગામ તથા આજુબાજુના ગામો માંથી બહેનો ને વિનામૂલ્‍યે જાત્રા કરાવેછે તથા ગાયો માટે નિરણ આપેછે આમ ઓધવજી ભાઈ ધંધુકા તાલુકામાં સેવા કાર્ય કરે છે અને ભાવનગર મા અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે રોજ બે ચાર સેવા કાર્ય કરે છે હાલમાં ૭૮ વર્ષેની ઉંમરે આમ આવા સેવા કાર્ય કરે છે તેના જીવનમાં પ્રેરણા લેવા જેવી છે.

(10:43 am IST)