Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

બાબરામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

બાબરા : ૭૪માં ગણતંત્ર દિવસ નિમિતે તાલુકા  પંચાયત બાબરા દ્વારા ઉજવણી કરવામાં આવી.જેમાં ભરતભાઈ બુટાણી, પ્રમુખ  તાલુકા પંચાયત બાબરા દ્વારા ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું તેમજ તાલુકા વિકાસ અધિકારી આર.કે.કટારીયા દ્વારા પ્રસંગોપાત વક્‍તવ્‍ય આપી કાર્યર્ક્‍મ ને આગળ ધપાવતા સૌ પ્રથમ બે આર્મીમેન અને તેમના પરિવારને સન્‍માનિત કરવામાં આવ્‍યા, સરકારની મુખ્‍યમંત્રી ગ્રામ અસ્‍મિતા યોજના અન્‍વયે સરપંચ, ગ્રામ પંચાયત ફુલઝરને શ્રેષ્‍ઠ સરપંચનો રૂા. ૨૫૦૦૦/-નો ચેક પુરષ્‍કાર રૂપે પ્રદાન કરવામાં આવ્‍યો. તેમજ દિવ્‍યાંગ રક્‍તદાતા અને કાયમ સહ પરિવાર રક્‍તદાન કરતા સાનેપરા પરિવારને સન્‍માનિત કરવામાં આવ્‍યા. અંતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચ ,તલાટી કમ મંત્રી  તેમજ કર્મચારીનું સન્‍માન કરવામાં આવ્‍યું. કાર્યક્રમના સમાપન બાદ ભગતસિંહ યુવા સમિતિ અને તાલુકા પંચાયત બાબરાના સંયુક્‍ત ઉપક્રમે ચોથી વખત રકતદાન કેમ્‍પનું આયોજન તાલુકા પંચાયત બાબરા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં  ૧૧૦ બોટલ રક્‍તની એકત્ર કરીને કાર્યક્રમ ને સફળ રીતે પાર પાડવામાં આવેલ. એકત્ર કરવામાં આવેલ રક્‍તને સિવિલ હોસ્‍પિટલ અમરેલી ને અર્પણ કરવામાં આવી, તમામ રક્‍તદતા નો આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્‍યો. તાલુકા પંચાયત ખાતે સખીમંડળ ભીલડી દ્વારા નિર્મિત હેન્‍ડીક્રાફટની વસ્‍તુઓનું વેચાણ પણ કરવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીર-અહેવાલ : દિપક કનૈયા,બાબરા)

(10:37 am IST)