Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ચોટીલા પંથકમાં કરા સાથે વરસાદ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડા સાથે ઝાકળ

નલીયામાં ૬.૮, ગિરનાર પર્વત ઉપર ૧૧.૪ ડીગ્રી લઘુતમ તાપમાન : મિશ્ર વાતાવરણ યથાવત

વઢવાણ : ચોટીલા પંથકમાં કરા સાથે પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ) (૪.૧૨)

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં આજે પણ રાહત છે. આજે નલીયામાં ૬.૮ ડીગ્રી, ગીરનાર પર્વત ઉપર ૧૧.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જયારે વહેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલામાં વાતાવરણમાં અચાનક પલ્‍ટો આવ્‍યો હતો. જેમાં ચોટીલાના અનેક ગામોમાં કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ શરૂ થતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જ્‍યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધવા પામી હતી. જેમાં ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક જીરું, ચણા અને ઘઉં જેવા વાવેતર પાક માથે કમોસમી માવઠાથી નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં મોડી સાંજે ચોટીલાના પીપળીયા, ઝીંઝુડા, ચિરોડા સહિત અનેક ગામોમા કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો શરૂ થયો હતો. જેમાં અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદથી જગતના તાત મુંઝવણમાં મુકાયો હતો. બીજી બાજુ ચોટીલા પંથકના કેટલાંક ગામોમાં તો કરા સાથે જોરદાર વરસાદ ખાબકયો હતો.

સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કમોસમી માવઠાથી ઠંડીનું વાતાવરણ બનતા ઠંડી વધવાના અણસારથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. જ્‍યારે ચોટીલા પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્‍ટો આવ્‍યા બાદ કમોસમી માવઠાથી ચોટીલા ચામુંડા માતાના ડુંગરે આવતા દર્શનાર્થીઓના જીવ પણ પડીકે બંધાયા હતા.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે જુનાગઢ સહિત સોરઠનાં તાપમાનમાં વધારો થતા ઠંડી નહિવત થઇ ગઇ હતી.

ગત શનીવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧ર.૭ ડીગ્રી નોંધાયા પછી આજે સવારે ૪૮ કલાકમાં તાપમાનનો પારો ૩.૭ ડીગ્રી ઉંચે ચડીને ૧૬.૭ ડીગ્રીએ સ્‍થિર થયો હતો.

આમ જુનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં ઠંડીમાં રાહત રહી હતી જયારે ગિરનાર પર આજે લઘુતમ તાપમાન ૧૧.૪ ડીગ્રી રહ્યુ હતું.

સોરઠનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યુ હતું. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૩ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર.પ, મહત્તમ તાપમાન ર૬.૪, ભેજનું પ્રમાણ ૭ર ટકા પવનની ગતિ ર.૬ કિ. મી. રહી હતી. (૪.૧૨)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

નલીયા     ૬.૮  ડીગ્રી

ગિરનાર પર્વત   ૧૧.૪       ડીગ્રી

અમદાવાદ  ૨૩.૧ ડિગ્રી

જુનાગઢ     ૧૬.૭ ડીગ્રી

જામનગર   ૧ર.પ ડીગ્રી

અમદાવાદ  ૧૬.૦ ડીગ્રી

અમરેલી    ૧૩.૦ ડીગ્રી       બરોડા ૧૭.૬  ડીગ્રી

ભાવનગર   ૧૪.૮ ડીગ્રી

ભુજ         ૧૨.૪ ડીગ્રી

છોટાઉદેપુર ૧૨.૪ ડીગ્રી

દાદરા-નગર હવેલી ૧૮.૦ ડીગ્રી

દાહોદ       ૧૬.૪ ડીગ્રી

દમણ       ૧૮.૮ ડીગ્રી

ડાંગ         ૧પ.૯ ડીગ્રી

ડીસા        ૧૩.૫ ડીગ્રી

દીવ         ૧૩.૪ ડીગ્રી

દ્વારકા       ૧૬.૮ ડીગ્રી

ગાંધીનગર  ૧૪.૩ ડીગ્રી

કંડલા       ૧૩.૮ ડીગ્રી

નલીયા     ૬.૮ ડીગ્રી

નર્મદા       ૧૬.૧ ડીગ્રી

ઓખા       ૧૮.૪ ડીગ્રી

પંચમહાલ   ૧૭.૪ ડીગ્રી

પાટણ       ૧ર.૬ ડીગ્રી

પોરબંદર    ૧૧.૯ ડીગ્રી

રાજકોટ     ૧૨.૨ ડીગ્રી

સાસણગીર  ૧૪.૮ ડીગ્રી

સુરત        ૧૮.૦ ડીગ્રી

વેરાવળ     ૧૪.૮ ડીગ્રી

વલસાડ     ૧પ.પ ડીગ્રી

(12:22 pm IST)