Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કચ્છના ગાંધીધામમાં બંદૂકના ધડાકે ૪૦ લાખ.ની દિલધડક લૂંટથી ચકચાર

આંગડિયા કર્મી સાથે ઝપાઝપી કરી લૂંટ ચલાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

કચ્છના ગાંધીધામની પૂર્ણિમા આંગડિયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારી ૪૦ લાખ રૂ.ની લૂંટ કરવાના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે લૂંટનો ભોગ બનનાર ઉત્તમ રતિલાલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ શનિવારે રાત્રે પોણા દસ વાગે તેઓ ઓફિસેથી ૪૦ લાખ રૂ. ભરેલી બેગ લઈને પોતાને ઘેર અપનાનગર ગાંધીધામ મધ્યે આવ્યા હતા. ત્યારે ઘરની બહાર એક્ટિવા બાઈક પાર્ક કરતી વખતે બે ઈસમોએ બંદૂકની અણીએ   રૂપિયા ભરેલી બેગ છીનવવાની કોશિશ કરી હતી તે દરમ્યાન તેમણે ઝપાઝપી કરતાં એક ઈસમે પગમાં ગોળી મારી બેગની લૂંટ ચલાવી હતી. આ બનાવને એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોળીથી ઇજાગ્રસ્ત કર્મી સારવાર હેઠળ છે.

(10:23 am IST)