Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જામજોધપુર તાલુકાના મધ્યાહન યોજના કેન્દ્રમાં ખાલી જગ્યા માટે ભરતી

જામનગર, તા.૩૧:  જામજોધપુર તાલુકાના ગામોમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ખાલી પડેલ જગ્યાઓ પર હાલમાં ચાલુ શૈક્ષણિક સત્રથી નિયત માનદવેત દ્વારા સંચાલક-કમ-કુકની નિમણુંક કરવાની થાય છે. રસ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદાર એસ.એસ.સી. પાસની લાયકાત ધરાવતાં તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની વય મર્યાદાવાળા તેમજ તંદુરસ્ત અને કોઈ પણ ગુનાહિત કાર્ય કરેલ ન હોવા જરૂરી છે. ઉપરાંત સરકારશ્રીના પરિપત્ર મુજબ મહિલાઓ, વિધવા, ત્યકતા, મ.ભો.યો.ના અનુભવી તથા સ્થાનીક ઉમેદવાર અથવા સ્થાનીક ઉમેદવાર ન મળે તો કેન્દ્રની નજીકના ગામમાં રહેતા હોય તેવા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે.

અરજી સાથે તમામ આધાર પુરાવા  જન્મનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ તેમજ અનુભવનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે તથા તમામ આધારો સ્વ-પ્રમાણિત કરેલ હોવા જરૂરી છે.

 

ક્રમ

શાળાનું નામ

કેન્દ્ર નંબર

આંબરડી મેવાસા-૨ પ્રાથમીક

 

શાળા

 

પાટણ વાડી શાળા

૧૧

વેણુવાડી પ્રાથમીક શાળા

૧૬

મેથાણા પ્રાથમીક શાળા

૪૧

વિરપુર પ્રાથમીક શાળા

૫૦

કલ્યાણપુર પ્રાથમીક શાળા

૭૨

મેદ્યપર પ્રાથમીક શાળા

૯૫

ભલારાનેશ પ્રાથમીક શાળા

૧૦૯

વિરપુર વાડી શાળા

૧૧૭

૧૦ દિવસમાં કચેરીના કામકાજ સમય દરમ્યાન ઉમેદવારે જાતે રૂબરૂ આવીને મામલતદાર કચેરી, જામજોધપુરથી નિયત નમુનાનું અરજી પત્રક મેળવી અરજી કરવાની રહેશે તેમ મામલતદાર જામજોધપુરની યાદીમાં જણાવ્યું છે.

(11:26 am IST)