Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

બાબરા કોળી સમાજને મોટી સંખ્‍યામાં જોડાવા બાબરાના યુવા અગ્રણી રાજુભાઇ રંગપરાની હાકલ

બાબરા તા. ૩૧ ફ આગામી તારીખ ૨-ના રોજ ચોટીલા ખાતે અખીલ ભારતીય કોળી સમાજ દિલ્લી દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર કોળી સમાજના મહાસંમેલન અને રાજય સરકાર કેબીનેટ મંત્રી કુંવરજી ભાઇ બાવળીયાના સન્‍માન માટે સંમેલનનુ આયોજન કરવામાં આવ્‍યું.

આ તકે બાબરા યુવાના સામાજીક આગેવાન અને યુવા કોળી સમાજના અગ્રણી બાબરા શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ રંગપરાએ બાબરા શહેરના કોળી સમાજ યુવાનોને આ મહાસંમેલનમા જોડાવા સાથો સાથ સંગઠન શક્‍તિ મજબૂત અને મહીલા સશક્‍તિકરણ શિક્ષણ છાત્રાલય સમાજમાંથી અંધશ્રધ્‍ધા દુરકરવા તેમજ વિવિધ મુદે સમસ્‍ત કોળી સમાજને જાગૃત થવા મંચ ઉપર ચર્ચા વિમર્શ કરવામાં આવે છે. કાર્યક્રમમાં સમાજની જાગૃતિ અને એકતા માટે શહેર અને તાલુકામાંવસતા તમામ કોળી સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો મહીલાઓને મોટી સંખ્‍યામા ઉપસ્‍થિત રહેવા બાબરા શહેર અને તાલુકાના યુવા કોળી સમાજના અગ્રણી રાજુભાઈ રંગપરાએ આહવાન કરેલ છે.

(11:08 am IST)