Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ખંભાળીયાના નંદાણા જીએમડીસી શાળામાં વ્યાયામ શિક્ષકોની તાલીમ

ખંભાળીયા તા.૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વ્યાયામ શિક્ષકોની ત્રણ દિવસની તાલીમ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે જી.એમ.ડી.સી. શાળા ખાતે ત્રણ દિવસની શરૂ થઇ છે.

દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર ચાર તાલુકાના વ્યાયામ શિક્ષકોની સ્વાસ્થા અને શારિરીક શિક્ષણના વિસપમાં તાલીમ શરૂ થઇ છે. જેની શરૂઆત જિ.શિ-એસ.જે.ડુમરાળીયાએ કરાવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વ્યાયામ શિક્ષકોમાં શાળાકીય રમતો, ખેલ મહાકુંભ, રમતોત્સવો તથા વિવિધ સ્પર્ધા અંગે જાણકારી તથા જાગૃતના આવેતથા રમતોના આયોજનની જાણકારી પ્રાપ્ત થાય એ હેતુથી નિકણાત તજસો દ્વારા આ ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.(૧.૨૦)

(12:38 pm IST)