Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

દામનગરના શાખપુરમાં વિવિધ કાર્યક્રમ

દામનગર : શાખપુર કુમાર શાળામાં  ૬૯માં પ્રજાસત્તાક પર્વની દિકરીને સલામ અને વાલી મીટીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ સવારે ત્રણેય શાળા દ્વારા પ્રભાતફેરી યોજવામાં આવી હતી. સવારે ગામમાં સૌથી વધારે અભ્યાસ કરેલ દિકરી ગોપીબેન ઘનશ્યામભાઈ સીતાપરાના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યુ ત્યારબાદ ત્રણેય શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. સૌપ્રથમ કુ.શા.ના ધો.૧ના વિદ્યાર્થી શ્રી વીરેનપરીએ પોતાની કાલી ભાષામાં હનુમાન ચાલીસા અને શ્લોકથી શરૂઆત કરી હતી. ધો. ૧થી ૧૦ના બાળકોએ અભિનય ગીત - ડાન્સ - રાસ - લેજીમ ડાન્સ અને વકતૃત્વ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રજૂ કર્યા હતા. ૧ એપ્રિલ - ૧૭ થી અત્યાર સુધી ગામમાં જન્મેલ ૧૧ દિકરીઓ અને તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યુ. ત્યારબાદ દાતા સુરેશભાઈ વી. સીતાપરા દ્વારા શાખપુર કુમાર શાળામાં રૂ.૭,૭૭,૦૦૦/-ના ખર્ચે બાંધી આપેલ પ્રાર્થના ખંડનું કામીલાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.

દાતા માવજીભાઈ સીતાપરા અને તેજાભાઈ કસોટીયાના સહયોગથી મા.શા.ના આચાર્ય શ્રી તેરૈયાભાઈ દ્વારા ધો.૧,૨ના કુમાર તથા ધો.૮ના તમામ બાળકો અને માધ્યમિક શાળાના બાળકોને ઈનામો આપવામાં આવ્યા. તા.૨૫-૧-૧૮ના રોજ ખોડીયાર જયંતિ નિમિતે બક્ષ ભોજન કરાવવામાં આવ્યુ. ત્યારબાદ વાલીમીટીંગ પણ રાખવામાં આવી હતી. તમામ વાલીઓને શાળા તરફથી ચા અને નાસ્તો આપવામાં આવેલ અને ઈલાબેન મેર અને વસંતબેન દ્વારા શાળાની પ્રગતિ સેરવાળ આપ્યો. સ્વાગત પ્રવચન વસંતબેન સીતાપરાએ કર્યુ અને આભારવિધિ તેરૈયાભાઈએ કરી હતી અને બાળકોને સરકારી શાળામાં અભ્યાસ વિશે સમજાવ્યા હતા. આ તકે ગામના સરપંચ શ્રી મોતીબેન કસોટીયા ઉ.સ.શ્રી માવજીભાઈ સીતાપરા વડીલ વાલજીભાઈ સીતાપરા મા. સ. શ્રી લક્ષ્મણભાઈ બલર તથા ખૂબ જ બહોળી સંખ્યામાં સ્ત્રી, પુરૂષો હાજર રહ્યા હતા. સફળ બનાવવા ત્રણેય શાળાના સ્ટાફગણે સારી એવી જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)(૩૭.૪)

(12:35 pm IST)