Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

તળાજા અપક્ષ નગરસેવીકાએ ભાજપમાંથી અને પતીએ કોંગ્રેમાંથી ટીકીટ માંગી

સેવીકાએ ગત ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરી પ્રમુખનેજ હરાવ્યા હતાબીજા દિવસે ૨૧મળી કુલ ૫૦ ઉમેદવારી પત્રક ઉપડયા, ભરાયા એકપણ નહી!

 તળાજા તા.૩૧: તળાજાનગર પાલીકાની આવનાર ચૂંટણી ભૂતકાળમાં ન જોવા મળેલ ચુંટણીના દાવપેચ સાથે લડાશે. ચૂંટણી શૂન કરાવે! તેવા શબ્દો શહેરમાં ચર્ચા સ્થાને છે. કારણ કે પત્નીએ ભાજપ માંથીતો પતીએ કોંગ્રેમાંથી ટીકીટ માંગી છે. ભાજપમાંથી ટીકીટ માગનાર વર્તમાન સમયે નગર સેવીકા છે. બે દિવસમાં પચાસ ઉમેદવારી પત્રો ઉપડયા છે.

તળાજા નગરમાં પાલીકાની ચંુટણીને લઇ મોટાભાગે ચર્ચાનો વિષય છે. આમતો દ્રિપાંળીયો જંગ છે તેમછતા ભૂતકાળમાં ન થયેલા અનુભવો રાજકીય આગેવાનોને થઇ રહ્યા છે અને થશે શહેરમાં ચર્ચાના એરણે ચઢેલી વાતમાં તળાજાના વર્તમાન ચૂંટાયેલા મહીલા સદસ્ય હંસાબેન અરવિંદભાઇ ચૂડાસમાએ એવોર્ડ ૪ અને ૬ માટે ભાજપ પક્ષમાંથી ટીકીટની માગણી કરી છે. હંસાબેન ગત ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ઉમેદવારને હરાવી અપક્ષ તરીકે વિજેતા થયા હતા.

જયારે હંસાબેનના પતી અરવિંદભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે પોતે કોંગ્રેસમાંથી ટીકીટ માગી છે. બેનેએ ટીકીટ માગવા પાછળ સમાજ સેવાનો હેતુ ગણાવ્યો હતો.

બીજી તરફ આજે ચુંટણી લડવા ઇચ્છુકોની ચહલ-પહલ વધુ તેજ બની હતી. ચૂંટણી લડવા માટે ફોર્મમાં જોડવાના પુરાવાઓ એકઠા કરતા તથા પાલીકાનુ બાકી લેણું ભરવા માટે તૈયારી દર્શાવતા જોયા મળ્યા હતા.દરેક વોર્ડમાં બરાબરનો ચૂંટણી જંગ જામશે અને ચૂંટણી યજ્ઞમાં ઝંપલાવવા અનેકલોકો થનગની રહ્યા છે સમાજ સેવાના નામે તેમ જોવા મળે છે.

(11:46 am IST)