Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

જામજોધપુર પાલિકાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો, અપક્ષો પણ ઝુકાવશે

જામજોધપુર તા.૩૧ : અહીયા ધારાસભાની ચૂંટણીમાં જેમ અજંપો અને પ્રાદેશિક પક્ષોએ ઝંપલાવી ભાજપ-કોંગ્રેસના ગણિત ઉંધા પડયા હતા. એવી જ રીતે આ વખતે પણ નગરપાલિકાની ચૂંટણીમાં પણ અપક્ષો અને પ્રાદેશિક પક્ષો મેદાને જંગમાં ઉતરવા તૈયારી કરી રહ્યા હોવાનું સંભળાઇ રહ્યુ છે.

દરમિયાન સ્થાનીક રાજકીય વર્તુળમાં થતી ચર્ચાનુસાર પક્ષો અને અપક્ષોને લડાવવા માટે પડદા પાછળ કેટલાક રાજકીય માથા જ ભુમિકા ભજવતા હોય તેવુ લાગી રહ્યુ છે..!!

(11:38 am IST)