Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

જામનગરઃ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓના મતદાન મથકની નજીક ચાર કરતા વધારે વ્યકિતઓના એકઠા થવા પર પ્રતિબંધ

જામનગર, તા.૩૧ : જામનગર જિલ્લાના તમામ ગ્રામ પંચાયત મતદાર વિભાગમાં સામાન્ય ચુંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો તથા મતગણતરી મથકની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૦૪-૦૨-૨૦૧૮ સવારના ૭ થી સાંજના ૬ કલાક સુધી અને તા.૦૬-૦૨-૨૦૧૮ના મતગણતરીની કાર્યવાહી પુરી થાય ત્યા સુધી ચાર કરતા વધારે વ્યકિતઓએ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇએ મંડળી ભરવા કે બોલાવવા, સરદ્યસ કાઢવા અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જામનગર ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.આર.કેલૈયા દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગુહ રક્ષક દળ, ગ્રામ રક્ષક ધ્ળ, જી.આઇ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટ્મ, સેન્ટ્રલ એકસાઇઝ, એન.સી.સી. વગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ગ્રામ પંચાયત ચુંટણી ફેબ્રુઆરી-૨૦૧૮ માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય્મતદારોની મતદાન સમયેની હરોળને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીઓ અને જિલ્લાના ચુંટણી અધિકારીશ્રી, મદદનીશ ચુંટણી અધિકારીશ્રી, સંબંધિત તાલુકા મામલતદારશ્રીએ અધિકૃત કરેલ વ્યકિતઓને આ જાહેરનામુ લાગુ પડશે નહી. 

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.(૨૧.૧૫)

(10:35 am IST)