Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સામખીયાળી પાસે ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

 ભુજઃ તા.૩૦, સામખીયાળી નેશનલ હાઇવે ઉપર ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતાં બાઇક પાછળ બેઠેલા સામખીયાળી ગામના ૧૮ વર્ષીય આસિફ મહેબૂબ રાઉમાનું મોત નીપજયું હતું. જયારે બાઇક ચલાવી રહેલા તેના પિતરાઈભાઈ અલ્તાફ સુલતાન રાઉમાનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેને સાધારણ ઈજાઓ થઈ હતી. પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાનના મોતને પગલે સામખીયાળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:34 am IST)