Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

જસદણઃ કમળાપુર ભૂપગઢના રસ્તા માટે રૂ. ૨૯.૮૫ કરોડની ગ્રાન્ટ મંજૂર

પૂર્વ ધારાસભ્ય બોઘરાની રજૂઆતઃ કેન્દ્રીય મંત્રીએ ગ્રાન્ટ ફાળવી

જસદણ તા. ૩૦ :ઙ્ગજસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાને તાજેતરની ચૂંટણીમાં હાર મળી હોવા છતા પણ જસદણ - વિંછીયા વિસ્તારની સમૃદ્ઘિના સ્વપ્ન જોનાર ડો. ભરતભાઈ બોઘરાએ જાણે કે જસદણ - વિંછીયા પંથકમાં વિકાસલક્ષી કાર્યો કરવાની ટેક લીધી હોય તેમ ચૂંટણી પૂર્વે પણ રાજય સરકારમા અનેક પ્રકારના પ્રજાલક્ષી કાર્યો ની ઈમારત બનાવી ને થાકયા કે હિંમત હાર્યા ન હોય તેમ રજૂઆતો નો દોર અવિરતપણે ચાલુ રાખવાના પ્રયાસરૂપે કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ગુજરાત માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના જસદણ તાલુકાના કમળાપુર -ભાડલા - ભુપગઢ ૨૧.૫૦ કિ.મી. માર્ગ નુ વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ કરવા માટે ૨૯.૮૫ કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

આ રસ્તો જસદણ તાલુકાના ગામડાઓ ને રાજકોટ જિલ્લા મથક સાથે જોડતો રસ્તો હોઈ ગ્રામ્ય નાગરિકોમાં આનંદની લાગણી ફેલાણી છે.

(11:30 am IST)