Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

માળીયા મિંયાણાના માણંદ ગામે જુગાર રમતા ૪ પકડાયા

મોરબી - રફાળેશ્વર રોડ પર ટ્રકમાં આગ લાગી

મોરબી તા. ૩૦: માળીયા મિંયાણાના માણંદ ગામે જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

માળિયા તાલુકાના માણંદ ગામની સીમમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા રતિલાલ મકનભાઈ પટેલ(ઉ.૪૧), ઘનશ્યામ અરજણભાઈ વિડજા(ઉ.૫૦), નારણભાઈ લાલજીભાઈ દસાડીયા(ઉ.૫૩), અકબર હારૂનભાઈ મિયાણા(ઉ.૨૫)ને રૂપિયા ૧૩૨૧૦ ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં મોરબીથી રફાળેશ્વર જવાના રસ્તે મચ્છુ ડેમ નજીક પૂઠા ભરેલા ટ્રક માં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને ધીમે-ધીમે આગે આખા ટ્રક ને ઝપટમાં લઇ લીધો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને કરતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુ મેળવ્યો હતો અને ટ્રક માં આગ લાગતા રોડ પર થોડા સમય માટે ભારે ટ્રાફિકજામના દર્શ્યો જોવા મળ્યો હતો.

(11:20 am IST)