Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજકારણ હિન કક્ષાએઃ વાણી, સયંમ, શિસ્તનો થતો લોપ

રામાયણ, મહાભારત, ગીતા ઉપદેશને આત્મસાત રાખવા વર્તમાન રાજકારણીઓ માટે જરૂરીઃ ચૂંટણી પંચે નિષ્પક્ષ બની કાયદાના સ્વરૂપનો કડક અમલ કરવો જરૂરી

 પોરબંદર તા. ર૯ :.. લોકશાહીનો મજબુત પાયો ગણાતું પર્વ ચૂંટણી - બંધારણ ગણાય. મહત્વ પુર્ણ બંધારણ પાયો માર્ગદર્શક છે. વિશ્વનું સૌથી મોટું બંધારણ ભારતનું ગણાય છે. અને મોટી લોકશાહી પ્રજાતંત્ર રાજય પણ ભારત ગણાય છે. બંધારણથી વાણી સ્વતંત્રતા ધર્મ સ્વતંત્રતા, વિચારધારામાં હસ્તક્ષેપ નહીં કરવા. બંધારણ રીતે મર્યાદામાં રહી લોકશાહીના આધાર સ્થંભો પ્રથમ ભારતના મતદારો વિચારો -સ્વતંત્રના પર રાજકીય પક્ષો માળખાકીય રચના કરી વહીવટ ચલાવવા માટે અને લોકશાહીને જીવંત રાખવા દર પાંચ વરસે ચૂંટણી રૂપી કન્યાને પરણવા મેદાનમાં આવે છે. ત્યારે પ્રશ્નએ ઉભો થાય છે કે આપણે આપણી વિચારધારાથી પસંદગી કરી શકતા નથી. કાંઇક આપણામાં ખૂટે છે. જે ખૂટે છે તે મર્યાદા શિસ્તતા જેનાથી સરકાર ચલાવવા ચૂંટાયેલા પ્રતિનિધીઓનું માનસ કયા પ્રકારનું છે. અને સરકાર કેવી રીતે ચૂંટાયેલ પ્રીતનિધીઓ ચલાવી શકાશે.

મહત્વપૂર્ણ લોકશાહીનો આધારસ્થંભ આપણી ચૂંટણી વ્યવસ્થીત રહી છે. બંધારણે કાયદાકિય સ્વરૂપ આપી એક ભાગ વહીવટનો ગણી અગ્રીમતા આપી છે. સરતાજ ચૂંટણી વિભાગ ગણાય છે. દેશમાં સમય આંતરે સ્થાનીક સ્વરાજથી લઇ રાજય કે લોકસભા સહિત તેમજ રાષ્ટ્રપતિની ચુંટણી કરાવે છે. લોકશાહીની મંજૂરીની મહોર લગાવે છે.

દુઃખ સાથે નોંધ લેવી પડે કે આપણી વિશ્વની મહાનગણાતી મોટી લોકશાહીને ચૂંટણી પંચ કઇ રીતે જીવતદાન આપે છે. અને એ જીવતદાનમાં મહત્વ પૂર્ણ શિસ્ત અને સયંમ મહત્વનું અંગ છે. પરંતુ તે અંગમાં ખોડ જણાય છે. તે છે સયંમ અને ભાષા તેના ઘડતરમાં પણ ઉણપ અને ખામી જણાય છે. અનેદુર દર્શી વિચારેય અને ભારતની એકસો પચ્ચીસ કરોડ જનતાનો એકમત અવાજ એ છે કે, ચુંટણી સમયે સરકાર દ્વારા વહીવટી માર્ગદર્શન - બંધારણીયસ્તર સાથે  કાયદો નિયમો ઘડવાની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં ચૂંટણી મતાધિકારનો કાયદો નિયમ-આચાર પણ નકકી કરાયેલ છે. પરંતુ કાંઇક ખામી જણાય છે અને સુધારો લાવવાની ખાસ જરૂરી છે સાથો સાથ કડક સજાની જોગવાયની પણ વ્યવસ્થા કરવી જરૂરી છેભારતની સંસ્કૃતિનું આપણે ગૌરવ અનુભવીએ છીએ સભ્યતા શિસ્ત નિતીપાલનતા ધર્મશાસ્ત્ર આધારીત બંધારણમાં સમાવિષ્ટ કરાયેલ હોવા છતાં તેની અસર અમલ વહેવારમાં સન્માન સાથે થતી નથી દુઃખદ છે.

શ્રીમદ્દ ભગદ્દગીતા જે સ્વયંમ ્ યોગેશ્વર શ્રીકૃષ્ણ સ્વમુખે મહાભારતના યુધ્ધ સમયે રણ મેદાનમાં કર્મફરજ બજાવવા અર્જુનનું  માધ્યમ રાખી જે ઉપદ્ેશ આપ્યો તે પૂર્વે શ્રી વિષ્ણુ અવતાર દશરથનંદન શ્રીરામે જન્મ લઇ રાજનિતી, લોકશાહી, મર્યાદા ભારતની સંસ્કૃતી આપ્યા ધોબીના મેણાનો દાખલો મોજુદ છે સીતામાતાનો ત્યાગ સમર્પણ ભાવના સીતામાતાની પતિ ચાજ્ઞા મર્યાદા જાળવણી રાજસુખ તજવા, પતિ સુખ ત્યજવું જે સંસ્કાર આપણી સંસ્કૃતીમાં વર્ણાયેલ છે તેનો લોક થઇ રહ્યા છે. તેનો ઉપયોગ રાજશાસનમાં હિનકક્ષાએ થતો જાય છે. વાણી સયંમ અને શિસ્તા જે લોકશાહીના પ્રમુખ આધાર સ્થંભોનો ટેકા સડતા જાય છ.ે જયારે લોકશાહીનો માંડવો તુટી પડે છ અને જમીન દોસ્ત થાયતે પહેલા છત્રસમાન ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ નિષ્પક્ષ સુધારા કરવા જરૂરી બન્યા છે કાયદાનું હકક સ્વરૂપ આપી આંચારસહિંતામાં સામેલ કરવા તેનો અમલ કરાવ્યો તે પણ છે અને સજાની જોગવાઇ સાથે જરૂરી બન્યો છ.ે

ઉદાહરણ રૂપે ગુજરાત વિધાનસભા ર૦૧૭ ની ચુંટણીમાં જે તે પક્ષના મોભી સ્ટાર પ્રચારકોએ ભાષા પ્રયોગ કર્યા તેમાં ભારતના વડા પ્રધાન શ્રીએ તેમજ વિપક્ષનો મજબુતાઇ રાજકીય પક્ષોના કેટલાક મોભીએ ભાષાકીય પ્રયોગ કરી આપણે ભારતીય સંસ્કૃતિનું સ્તર નીચું લાવી દીધેલ છે. વ્યકિતગત આક્ષેપો તેની ભાષા ચુંટણી પ્રચાર ધર્મના સંસ્કૃતિના નામે પ્રચાર કરવામાં આવેછે.ઉશ્કેરાટ લાવવામાં આવે છે

જે ભારત દેશની અખંડિતાને શાંતિને ખેલલ પહોચાડેછ ે.ભાઇ-ચારા બંધુત્વની ભાવના લોકથ કરી રહી છે.

રાજકીય પક્ષ હિન્દુત્વની ભાવના કાર્ડ બનાવી આગળ વધી રહેલ છે.  રાજકારણમાં રાજસતામાં સાધુસંતોનો સમાવેશ કરી રાજકીય વહીવટમાં અસર પહોચાડે છે. સાધુસંતોની આદરણીયતા  શિરછત અલગ અલગ આશન હોવી જોઇએ તેનો લોપ થતો જાય છે. ધર્મનું રક્ષણ સંસ્કૃતિનું રક્ષણ-છત્ર સાર્વભૌમત્વનું હનન થઇ રહ્યું છે. થાય છે. ભારતના અનેક રાજવીઓ થઇ ગયા પોતાનું રાજ પોતાના ગુરૂને સોંપેલ હોય પણ તે ગુરૂઓએ સ્વીકારી પોતાના વતી રાજય ચલાવવા સત્તા સોંપી આપેલ હોય પોતે લંગોટ ધારી જ રહ્યા હોય. છત્રપત્તિ શિવાજી તેમના ગુરૂ સમક્ષ પૂ. રામદાસ સ્વામી કિસ્સો પ્રેરણાદાયક આજની પેઢીને રાજકર્તાઓને નોંધનીય છે.

ટુંકમાં લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારની શબ્દાહિક લક્ષ્મણ રેખા દોરવાની તેને કાયદાનું સ્વરૂપ આપવાની જરૂરત જણાય છે લોકશાહીની અખંડિતા જાળવવી અને જીવંત રાખવા મોટી જવાબદારી નિભાવવી જરૂરી બની છે. ભારતમાં વિશ્વની તમામ જાતિની વસ્તી વસે છે. વાણી સ્વતંત્રતા સહિત પોતપોતાનો ધર્મ સંસ્કૃતિ નિભાવવા છુટ અપાવેલ છે. જેથી ભારત બિન સંપ્રાદયકતા વિશ્વનું મોટું રાજય દેશ છે. બંધારણીયહકકો ભારતમાં વસનાર નાગરિક નાગરિકત્વ સ્વીકારને આપોઆપ હકક પ્રાપ્ત થાય છે. ચુંટણી લડી શકે છે. બંધારણ ધર્મના નામે અને અપમાનીત રાષ્ટ્રો હિન કક્ષાના વાપરી કે ઉમેદવાર કે પ્રચારકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા છુટ આપતું નથી. ત્યારે ગુજરાતની અને ર૦૧૭ વિધાનસભાની ચુંટણી શરમ જનક રીતે અપમાનીત હાની પહોંચાડતા શબ્દો પ્રયોગ થયા, ધર્મના નામે હિન્દુકાર્ડ ખેલાણું જે ભારતની સંસ્કૃતીને શોભારૂપ નથી. ચૂંટણી પંચે આચાર સહિંતામાં લક્ષ્મણ રેખા દોરવાની કાયદામાં સમાવિષ્ટ ખાસ કરવાની જરૂર છે. વ્યકિતગત આક્ષેપો, ધર્મના નામે ચુંટણી લડાવવી જોઇએ નહીં તેવો પ્રતિબંધ લાદવો જરૂરી છે.

દુઃખ સાથે અંતમાં ઘણા ક્ષોભ સાથે કહેવું પડે છે. આપણામાં એકતાની ભાવના સ્વમાનની ભાવનાનો લોપ થયેલ તેના કારણે બહુમતી હોવા છતાં આપણે આપણી ભારતીય (હિન્દુ સંસ્કૃતિ) ધર્મનું જતન કરી શકયા નથી. તેના કારણે જ મુસ્લીમ રાજય ૮૦૦ વર્ષ રાજ કર્યું. આપણા સ્વાર્થ માટે ભારત દેશના રાજવીઓએ પોતાની બેન-દીકરીના લગ્ન મુસ્લીમ રાજાઓ સાથે કરાવી સ્વાર્થને જીવતો રાખ્યો. તેનાવંશો હૈયાત છે. પરંતુ આપણે આપણો ધર્મ બચાવી શકવા સંસ્કૃતીને પણ અભડાવી દીધી? તેને માટે જવાબદાર કોણ?

(9:22 am IST)