Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી પ્રજાની સેવા કરનાર પોલીસકર્મીઓની કામગીરીને મોરબી SPએ બિરદાવી.

(પ્રવીણ વ્યાસ દ્વારા ) પ્રજાની સેવા માટે સતત તત્પર અને કાર્યરત મોરબી જિલ્લાના પાંચ પોલીસકર્મીઓનું આજે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
  આ પોલીસકર્મીઓની પ્રશંસનીય કામગીરીની વાત કરીએ તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ASI રાજદીપસિંહ રાણાએ ચિલઝડપ અને ૩ મોટરસાયકલ ચોરીના ગુના ઉકેલીને મોટરસાયકલ શોધી કાઢ્યા હતા. તો એક નાગરિકના રીક્ષામાં મુસાફરી દરમિયાન રૂ.૪૫ હજાર પડી ગયા હતા. આ રીક્ષામેં CCTV કેમેરા મારફત શોધી મૂળ માલિકને રૂ.૪૫ પરત કરવામાં આવ્યા હતા.
    આ પ્રકારની સંનિષ્ઠ કામગીરી કરનાર અન્ય પોલીસકર્મીઓને પણ મોરબી જિલ્લા SP દ્વારા બિરદાવવામાં આવ્યા હતાં. જેમા મોરબી તાલુકા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ હકુભા જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ જેસંગભાઇ મંઢ, હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈ મગનભાઈ પરમાર અને મોરબી SOG પોલીસના માણસુરભાઇ દેવદાનભાઈ ડાંગર સહિતના પોલીસ કર્મીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.

 

(12:43 am IST)