Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

મોરબીના લાલપર ગામ નજીક કેનાલમાંથી બે યુવાનોના મૃતદેહ મળ્યા.

કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હોવાની આશંકાને લઈને ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લાલપર ગામ નજીક થી પસાર થતી કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હોવાની આશંકાને લઈને ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

   મોરબીના લાલપર ગામ નજીક ફેમસ સિરામિક પાસેથી પસાર થતી કેનાલમાં ગત તા.૨૭ ના રાત્રીના બે ગુમ થયા હતા અને તેના મોબાઈલ અને કપડા કેનાલ પાસેથી મળી આવતા ડૂબી ગયા હોવાની આશંકાને લઈને મોરબી ફાયરની ટીમે જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ની ટીમ દોડી જઈને બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવતા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા તો ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી માહિતી મળી હતી કે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનોમાં સુરજ (ઉ.૨૧) અને સાગર (ઉ.૨૩) હોવાની માહિતી મળી છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બંનેના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:40 am IST)