Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૫ ડિસેમ્બરે મળશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૧૨/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

(12:30 am IST)