Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણના યુવા વેપારીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત: શોકનો માહોલ

યુવા વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાની આશંકા

જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણના યુવા વેપારીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતુ. જૈન વિજય ફરસાણ વાળા રસિકભાઈના પુત્ર સુમિત (ઉ.વ 24)નું મોત થતાં પરિવારજનો અને વેપારીવર્ગમાં શોકનો માહોલ છવાયો છે. યુવા વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જોકે મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ પી.એમ. બાદ જ સામે આવશે.9તસવીર: કિંજલ કારસરીયા, જામનગર) 

 

(12:18 am IST)