Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

માધાપર-વાંકાનેર પંથકમાં અભૂતપૂર્વ બાઇક રેલી : જિતુભાઇને જબ્બર લોકસમર્થન : દરેક વિસ્તારમાં કુમારિકાઓ દ્વારા કુમકુમ તિલક

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩૦ :  ૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા વાંકાનેર લોહાણા સમાજના સર્વાસર્વે હિન્દુ હૃદય સમ્રાટ એવા શ્રી જીતુભાઇ સોમાણીને ચૂટી કાઢી જંગી બહુમતી અપાવવાનો અઢારેય વરણે નિર્ધાર કર્યો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત અનેક કોંગ્રેસ અગ્રણીઓ આગેવાનો સરપંચશ્રીઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપના ખેસ ધારણ કર્યો છે ને શ્રી જીતુભાઇની સાથે જોડાય સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે.

મોહનભાઇ કુંડારીયા (સાંસદ), વિજયભાઇ રૃપાણી, હિરેશભાઇ પારેખ, વિનુભાઇ કટારીયા, નાગદાનભાઇ ચાવડા, પરેશભાઇ ગઢવી ઉપરાંત રઘુવંશી સમાજના અગ્રણીઓ શ્રી જીતુભાઇના સમર્થનમાં ગામડે ગામડા ખુંદી રહ્યા છે ને જબ્બર લોક સમર્થન મળી રહ્યું છે તેમ શ્રી વિનુભાઇ કટારીયાએ જણવ્યું છે.

આ ઉપરાંત માધાપર તેમજ વાંકાનેરમાં અદભૂત પૂર્વ બાઇક રેલી યોજાઇ હતી તથા ડોર ટુ ડોર પ્રચાર અર્થે મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી તથા જસદણ પાલીકાના સદસ્ય શ્રી સોનલબેન વસાણી તથા વાંકાનેર રઘુવંશી સમાજ તથા તમા જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા છે. મંગળવારની રાતે ૧૦ વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ કાર્યકર્તાઓ સાથે શ્રી રામ કોમ્પ્લેક્ષમાં યોજાયેલ મીટીંગમાં જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(2:03 pm IST)