Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

૭૪-જેતપુર વિધાન સભા બેઠક ના ૭-"સખીબુથ" નો મહિલા પોલિંગ સ્ટાફ ફરજ પર 

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૩૦

૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારના જેતપુર અને જામકંડોણા તાલુકા માં વખતે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ "અવસર " મતદાન સમયે તરવડા ,ઉજળા ,રંગપર ,કાગવડ ,

મંડલીકપુર ,જેતપુર , માં કુલ ૭ "સખી બુથ" મતદાન મથકો ઉભા કરાયા છે જે "સખીબુથ "મતદાન મથક છે તેમાં પ્રીસાઇડિંગ ઓફિસર , પોલિંગ ઓફિસર સહિતનો તમામ સ્ટાફ મહિલાઓ રહેશે અને મતદાન સમયે  મતદાન મથકો પર કરવાની થતી તમામ કામગીરી આ મહિલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે ૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારના આ સખી બુથ મતદાન મથકો ના ૩૫ જેટલા બહેનો પોતાની ફરજ પર આજે ચૂંટણી સાહિત્ય અને ઇવીએમ સાથે વીવી પેટ જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર પરથી મેળવી સખીબુથ મતદાન મથક પર રવાના થયા હતા 

આ સમયે તરવડા સખીબુથ ની ફરજ પર  જતી બહેનો સર્વશ્રી જ્યોત્સનાબેન બાવરીયા  પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી પારુલબેન વસોયા ,ભાવિશાબેન બાબરીયા ,ભારતીબેન ડોબરીયા 

પોલિંગઓફિસર અને પટાવાળા તરીકે ઉષાબેન અપારનાથી ની ટીમ રવાના થઈ ત્યારે જ્યોત્સનાબેન બાવરીયા એ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે અમોને 

"સખી બુથ"માં ચૂંટણી ફરજ બજાવવાનો વિશેષ આનંદ છે અને ઉત્સાહ છે અમો અમારી ચૂંટણીની ફરજ ને પૂર્ણ રીતે ન્યાય આપીશું કામગીરી કરીશું 

 ચૂંટણી પંચ દ્વારા જેતપુર વિધાન સભા બેઠક માં ખાસ ઉભા કરાયેલા આ મતદાન મથકો માં માત્ર મહિલા પોલિંગ સ્ટાફ રહેશે અને મતદાન સમય ની સંપૂર્ણ કામગીરી આ બહેનો  જ કરશે અને ચૂંટણી કાર્ય ને ઉજાગર કરશે .

(1:51 pm IST)