Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોલીસના ધાડેધાડા ભાવનગમાં ઉતર્યા

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન

ભાવનગર,તા. ૩૦ : ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણીનું હવે કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ગયું છે . રાજકીય પક્ષો માટેᅠ મંગળવાર સાંજથી પ્રચાર પડઘમ શાંત થયા છે. તો બીજી તરફ વહીવટી તંત્ર માટે આગામી ૪૮ કલાકનોસમય ખૂબ જ મહત્ત્વનો છે.કાલે મતદાન છે, ત્‍યારે ભાવનગરᅠ જિલ્લામાં સ્‍થાનિક પોલીસ તંત્ર ઉપરાંત બીજા તબક્કાની ચૂંટણીવાળા જિલ્લામાંથી પોલીસના ધાડેધાડે ભાવનગરમાં ઉતર્યા છે.

ભાવનગરજિલ્લામાં સાત વિધાનસભા બેઠકના મતદાન માટે ૧૮૬૮ મતદાન મથકો ઉભા કરાયા છે . આ મતદાન મથકો ઉપર કોઈ પણ અસામાજિક તત્ત્વો કે રાજકીય પક્ષો મતદારોને ધમકાવી , દબાણ કરી ન શકે તે માટે પોલીસનો અભેદ લોખંડી બંદોબસ્‍ત જળવાઈ રહેશે. જેના માટે મતદાનના દિવસે કુલ આઈપીએસ ઓફિસર્સના માર્ગદર્શન નીચે આઠ ડિવાયએસપી , ૧૪ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર , ૩૯ પોલીસ સબ ઈન્‍સેક્‍ટર , મહિલા - પુરૂષ મળી ૨૧૩૦ પોલીસ જવાનો , ૨૪૫૭ હોમગાર્ડ - જીઆરડી , સીએપીએફ ( સેન્‍ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ ) ની ૩૭ કંપની અને ત્રણ એસઆરપીની કંપનીને ચૂંટણી બંદોબસ્‍ત સોંપવામાં આવી છે . ખાસ કરીને સંવેદનશીલ વિસ્‍તાર - મતદાન બુથો પર ફોર્સના જવાનોની તેનાતી રહેશે. આ ઉપરાંત સ્‍થાનિક પોલીસ , એલસીબી , એસઓજીની ટીમો સતત પેટ્રોલીંગ કરશે.

આરઆરપી , સીએપીએફ જવાનોની ટૂંકડી ઉપરાંત અન્‍ય જિલ્લાઓમાંથી પોલીસનો કાફલો આવી પહોંચ્‍યો છે. આવતીકાલે મતદાન સીટો - બુથો , વિસ્‍તારોમાં પોલીસ ફોર્સના જવાનો ચૂંટણી ડ્‍યૂટી માટે પહોંચી જશે. ગુરૂવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન બુથો પરથી પોલીસ-ફોર્સની સુરક્ષા વચ્‍ચે ઈવીએમનેસ્‍ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવશે.

(12:51 pm IST)