Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને લઈને જણસીઓની આવક બંધ કરવાનો નિર્ણય

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં 3 દિવસ જણસની આવક બંધ કરાઈ

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને લઈ જણસીઓની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ યાર્ડમાં મગફળી, ખેડૂતો કે વેપારીઓનો પાક બગડે નહીં તે માટે માર્કેટિગ યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમોસમી માવઠાની આગાહીનો સમય પૂર્ણ થયા બાદ માલની આવક શરૂ કરવાની જાહેરાત કરવામા આવશે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં 3 દિવસ જણસની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીના પગલે જણસીની આવક બંધ કરાઈ હતી. મગફળી, મરચાં અને ડુંગળી લઇને માર્કેટમાં આવતા ખેડૂતોને મનાઇ કરવામાં હતી

(12:56 am IST)