Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાવનગર શહેર અને જિલ્લામાં માવઠાથી લગ્નના આયોજકો મુશ્કેલીમાં મુકાયા

આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડ્યા હતા અને તાડપત્રી સહિતી વસ્તુઓ ગોતવા નીકળવું પડ્યું :તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયાના સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લગ્નના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. સિહોર તાલુકાના નાના સુરકા ગામે તો લગ્નના આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડ્યા હતા અને તાડપત્રી સહિતી વસ્તુઓ ગોતવા નીકળવું પડ્યું હતું. આ ઉપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું થયાના સમાચાર મળી રહ્યા છે.

(10:10 pm IST)