Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળાઓ છવાયા : ત્રણ દિવસ વાતાવરણમાં આવશે પલટો:માવઠું થવાની શકયતા

ખેડૂતોએ ખુલ્લામાં પડેલા પોતાનો ઉત્પાદિત માલના સલામત સ્થળે ખસેડી લેવા અને રણપ્રદેશમાં તથા તળાવ વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 30મી નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ વધ્યું છે અને ભારતનાં મોટા ભાગમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. ત્યારે ગઈકાલે સોમવારે રાતથી જ સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બન્યું છે અને વાતાવરણમાં ભેજ હોય તેનો સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે.

આ મામલે સુરેન્દ્રનગર હવામાન તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી અચાનક વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પણ ખુલ્લામાં પડેલા પોતાનો ઉત્પાદિત માલના સલામત સ્થળે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે. રણપ્રદેશમાં તથા તળાવ વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે

(9:31 pm IST)