Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માદક પદાર્થોની હેરાફેરીના ગુન્હામાં અમરેલી એસઓજી ટીમની કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩૦: અમરેલી પોલીસ અધિક્ષકશ્રી,નિર્લિપ્ત રાય સાહેર્બંનાઓએ ર્ંએસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોર્રીં તથા ર્ંએસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. ર્ંપો.સ.ઇ.શ્રી એમ.એ.મોર્રીં તથા ર્ંએસ.ઓ.જી.ટીર્મં દ્વારા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT, NDPS એકટ ૧૯૮૮ ર્ં(The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988)ર્ં મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી ર્ંપોલીસ અધિક્ષક સાહેબર્શ્રીં મારફતે ર્ંપોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઈમ, અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંદ્યીનગર્રં નાઓ તરફ મોકલતા મજકુર ઇસમની PIT દરખાસ્ત મંજુર થતા મજકુર ઈસમની સદરહું ગેરકાયદેસર નાર્કોટીકસના પદાર્થ, કેફી ઔષધો, મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં વારંવાર ગુન્હા આચરતાં  રામકુભાઇ દાનાભાઇ વાળા, ઉ.વ.૪૫, ધંધો.ખેતી, રહે.ચલાલા, મહાદેવપરા, ડો.ચોવટીયા વાળી શેરીમાં તા.ધારી જી.અમરેલી.ની ધરપકડ કરી છે.

આ ઉપરાંત અશોકભાઈ ઉર્ફે કાળુભાઈ રતીલાલ વોરા, ઉ.વ.૭૦, રહે.પ્લોટ નં-૯૮, કલાપી પાર્ક, લાઠી ગામ, તા.લાઠી જી.અમરેલીની ધરપકડ કરી છે.

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર્રં તથા અમરેલી ર્ંપોલીસ અધિક્ષકશ્રી, નિર્લિપ્ત રાયના સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ર્ંપો.સ.ઈ., એમ.એ.મોર્રીં તથા ર્ંએસ.ઓ.જી. ટીર્મં દ્વારા PIT NDPS, અધિનિયમ ૧૯૮૮ કલમ-૩, હેઠળ એક ઈસમની અટકાયત કરી ર્ંમધ્યસ્થ જેલ અમદાવાદ શહેર્રં હવાલે કરવામાં સફળતા મળેલ છે.

(1:01 pm IST)