Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ખેડૂતે ખેતીની જમીન વેંચતા રૂ. ૨૦ લાખ માંગી રૂ. ૧૭.૭૦ લાખ બળજબરીથી કઢાવી લીધા

વધુ પૈસા માંગી ખેડૂતનું અપહરણ કરી ખેતરનો દસ્તાવેજ લઈ ગયાઃ વંથલી પોલીસમાં છ શખ્સો સામે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩૦ :. વંથલીના નાંદરખીના ખેડૂતે પોતાની ખેતીની જમીન વેંચતા તેના જ ગામના શખ્સે રૂ. ૨૦ લાખનું કમિશન માંગી રૂ. ૧૭.૭૦ લાખ કઢાવી લઈ બાદમાં અપહરણ કરી ખેતરનો દસ્તાવેજ અને કોરા ચેક લઈ ગયાની છ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા વિશાલ ગોકળભાઈ મારવણીયા (ઉ.વ. ૨૮)ની ખેતીની જમીન વંથલી તાલુકાના નાંદરખી ગામની સીમમાં આવેલ છે.

આ ખેડૂત યુવાને તાજેતરમાં નાંદરખી ખાતેની જમીનનું વેચાણ કરેલ. જેની જાણ થતા નાંદરખીનો હીરા પરબત ભારાઈએ વિશાલને 'નાંદરખીમાં કોઈપણ જમીન વેંચે તેમા મારૂ કમિશન લાગે' તેમ કહીને તારે રૂ. ૨૦ લાખ આપવા પડશે, બાકી તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

તેમજ નાંદરખીનો રામા હીરા ભારાઈએ પણ વિશાલ મારવણીયાને ધમકી આપીને રૂ. ૧૭.૭૦ લાખ બળજબરીથી કઢાવી ગયો હતો અને બીજા વીસ લાખની માંગણી કરી હતી.

આ પૈસા નહિ આપતા હીરા પરબતે ભુપત બાવન કટારા અને અન્ય બે અજાણ્યા શખ્સોને ફોરવ્હીલમાં નાંદરખી ગામે મોકલી વિશાલ મારવણીયાના પિતા ગોકળભાઈનું અપહરણ કરી ગયા હતા.

આ શખ્સોએ ખેતરનો દસ્તાવેજ કોરા ચેક સાથેની થેલી લઈ જઈ ગોકળભાઈને ઉતારીને નાસી ગયા હતા.

આ મતલબની ફરીયાદના આધારે વંથલીના પીએસઆઈ એ.પી. ડોડીયાએ તપાસ હાથ ધરીને ગઈકાલે સાંજે હીરાભાઈ ભારાઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)