Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મોરબી ડ્રગ્સ કેસ : એટીએસએ ઝડપેલા વધુ બે આરોપીઓ મોરબી કોર્ટમાં રજુ કરાયા, ૧૨ દિવસના રિમાન્ડ પર.

મોરબીના ઝીઝુડા ગામેથી ગત તારીખ ૧૪ ના રોજ ઝીઝુડા ગામેથી ૬૦૦ કરોડના ડ્રગ્સ જથ્થો સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા  જેમાં ats સતત તપાસ કરી રહી છે જેમાં અત્યાર સુધી કુલ ૧૩ આરોપી ઝડપ્યા છે જેમાં આજે ૨ આરોપી રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા જેના કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે.
 બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ઝીઝુડા ગામે ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની બાતમી આધારે ગત તારીખ ૧૪ ના રાત્રીના સમયે ats ટીમે ઝીઝુડા ગામે દરોડા પાડયો હતો જ્યાંથી ats ટીમે ૬૦૦ કરોડ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને ત્યાર બાદ સતત ats આ અગે તપાસ કરી રહી હતી જેમાં ત્યાર બાદ વધુ ચાર આરોપીને પાસેથી ats ૧૨૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો અને આગળ તપાસ કરતા વધુ ચાર આરોપીને ઝડપી લીધા હતા જેની પાસેથી ૩.૫  કરોડોનો જથ્થો જપ્ત કર્યોં હતો અને આ કેસમાં ats સતત તપાસ કરતી હોવાથી વધુ જેટલા આરોપી સ્ડોવાયલા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરતા જેમાં વધુ બે આરોપી જાબીયર ઉર્ફે જાવીદ(રહે સાંચલા )અને ૨ રસજેરાવ કેશવરાજ ગરડ (રહે પુના વાળા) ને ઝડપી લીધા હતા અને આ બને આરોપીઓને આજે મોરબી કોર્ટેમાં રજુ કરવમાં આવ્યા હતા જેમાં જે અગેની તપાસ કરી રેહલા ats પી.આઈ. સી.આર.જાદવ જણાવ્યું હતું કે આરોપી જાબીયર દરિયા માર્ગે ૧૦૦ કિલો જેટલો ડ્રગ્સ નો જથ્થો લાવ્યો હતો અને રસજેરાવ કેશવરાજ ગરડ થોડો થોડો જથ્થો આવીને લઇ જતો હતો અને તે ગ્રાહકો સુધી પોહ્ચાડતો તેની કીમત રૂપિયા ૫૦૦ કરોડનો હતો જેથી આ જથ્થો ક્યારે કેટલો પોહ્ચાડ્યો તેની કઈ બોટોમાં લઈ આવાવમાં આવ્યો હતો કેવી રીતે સપ્લાય કરાતો તેની માહિતી મેળવાના મુદે મોરબી કોર્ટેમાં ats ૧૪ દિવસના રિમાન્ડ સાથે કોર્ટેમાં રજુ કરવમાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે બને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મજુર કર્યા

(11:41 am IST)