Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ટંકારાની ધુનડા (ખા) ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ

સરપંચ તરીકે આશાબેન જયેશભાઈ કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન દિનેશભાઈ જીવાણી તેમજ ૭ સભ્યોની સર્વાનુમતે વરણી

મોરબી જીલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ વિવિધ ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા હોય જેમાં ધુનડા (ખા) ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સરપંચ અને ઉપસરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે અને ચુંટણી પૂર્વે જ સરપંચ તરીકે આશાબેન જયેશભાઈ કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન દિનેશભાઈ જીવાણી તેમજ ૭ સભ્યોની સર્વાનુમતે વરણી કરાઈ છે ત્યારે ગામના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:16 am IST)