Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મોરબી સરકારી સબસીડી જમા ન થતા લાભાર્થીઓ મુશ્કેલીમાં.

પ્રધાનમંત્રીની મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા ૩ વર્ષથી જમા નહીં થતા હાલાકી : મુખ્યમંત્રીને લેખિત રજુઆત

મોરબીમાં પ્રધાનમંત્રીની મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા ૩ વર્ષથી જમા કરવામાં આવી નથી જેથી કરીને લાભાર્થીઓને તેનો લાભ મળતો નથી અને પાલિકામાથી તોછડાઈ ભર્યા જવાબો આપવા આવે છે ત્યારે લાભર્થીને તાત્કાલિક સબસિડીનો લાભ મળે તે માટે સામાજિક કાર્યકરો મેદાને આવ્યા છે અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી.બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે કે, છેલ્લા ૩ વર્ષથી મહિલા ધર યોજના હેઠળ જે સબસીડી જમા થાય છે અને આધાર ફાઇનાન્સ દ્વારા લોન મકાન લેવા માટે લીધેલ હોય તો પણ ત્યાં સબસીડી જમા થતી નથી. મોરબી જીલ્લામાં છેલ્લા ૩ વર્ષથી ૧૦૦ જેટલા લાભાર્થીને સબસીડી જમા થયેલ નથી અને ઘણા લોકોએ આધાર ફાઇનાન્સ હેઠળ લોન મુકેલ છે જેમાં ૧૦૦ લાભાર્થીઓમાંથી એક પણ લાભાર્થીને લાભ મળેલ નથી અને આવા લાભાર્થને આધાર ફાયનાન્સ વાળા કે અન્ય ફાઇનાન્સ વાળાઓ પાસે ધકકા ખવડાવે છે અને તેઓને પુછીએ તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે તથા અમુક તેની પાછળની જે અરજીઓ કરેલ છે તેઓને પણ સબસીડી મળી ગયેલ છે અને ૩ વર્ષથી ૧૦૦ જેટલા લાધાર્થીને હજુ આ લાભ પ્રધાનમંત્રીનું પહેલુ મકાન હોય એને સરકાર તરફથી સબસીડી આપવામાં આવેલ છે તો હજુસુધી લાભાર્થીઓને સબસીડી મળેલ નથી. અને બધા ડોકયુમેન્ટ પુરા હોવા છતા અરજદારોને ધકકા ખવડાવે છે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે
આ ઉપરાંત મકાન રીપેરીંગ, કાચા મકાનના રીપેરીંગ માટે ૩.૫૦ લાખ રૂપીયા વાળી સબસીડી મળે છે જો કે, અનેક લાભાર્થીઓને લાભ મળેલ નથી જેથી લાભાર્થીઓ સબસીડી માટે ધકકા ખાય છે અને વલખા મારી રહયા છે. ત્યારે અધુરામાં પૂરું પાલિકાના સ્ટાફ દ્વારા અરજદારોની સાથે તોછડાઇ કરવામાં આવે છે જો સબસીડી આવે તો હપ્તો અડધો થઇ જાય તેમ છે માટે ગરીબ માણસોએ વ્યાજે પૈસા લઇને મકાન જર્જરિત હોય તે પાડીને નવા બનાવેલ છે અને માણસોને આશા હોય કે સરકારમાંથી પૈસા આવશે ત્યારે ભરી દઇશું પરંતુ પૈસા ન આવવાથી માણસો હેરાન થઈ ગયા છે ત્યારે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

(11:14 am IST)