Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી: ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર

મોરબી : મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે.

 મોરબી તાલુકાના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાઍ જાબનંબર મેળવીને મંજુર કરાવેલ તે અન્વયે, રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોઇ, તે જગ્યાઍ નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર કરાવી, સતત ફલોઅપ કરી, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી સુધી આ જર્જરીત પુલ અંગે માંગણી રજૂ કરી, ૧ર મીટરની પહોળાઇના રૂ.૪.રપ કરોડ (સવા ચાર કરોડ)ના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે.

(1:06 pm IST)