Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમદાવાદ-કચ્છ જતી બસ હળવદ ડેપોમાં આવતી જ નથી : હળવદના પ્રદેશ યુવા ભાજપ અગ્રણી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૩૦:એક તરફ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી ખોટના ખાડામાં ગરક નો બને એ માટે ડેપો મેનેજરથી ડ્રાઇવર – કન્ડકટર અને અન્ય અધિકારીઓ એસટીની આવક વધે તેવા પ્રયાસ કરવાને બદલે નિયત બસ સ્ટોપ ઉપર બસ લઈ જવાને બદલે બાયપાસ હંકારી રહ્યા છે આવા કિસ્સામાં હળવદ ડેપોમાં કચ્છ – અમદાવાદની બસ આવતી ન હોય હળવદના પ્રદેશ ભાજપ યુવા અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

હળવદના પ્રદેશ યુવા ભાજપના વિશેષ આમંત્રિત સભ્ય નયનઙ્ગ ટી. દેત્રોજાએ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમની અમદાવાદથી કચ્છ રાજકોટ જતી ગુજરાત એસટી બસો હળવદ બસ સ્ટેશનમાં પ્રવેશતી ન હોવા અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. તેમજ રાજકોટ કચ્છ થી અમદાવાદ તરફ જતી બસો હળવદ બસ સ્ટેશનની અંદર પ્રવેશતી નથી. જેથી હળવદ શહેરને રાજય સરકારની સેવાનો લાભ મળતો નથી.સાથોસાથ રાજય સરકારની આવક પણ ઓછી થતી હોવાનું જણાવ્યું છે.વધુમાં ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમની બસોનો હળવદ બસ સ્ટેશનમાં પ્રવેશ માટે પરિપત્ર તેમજ સ્ટોપ આપવા વિનંતી કરી કેટલીક બસોને સ્ટોપેજ હોવા છતાં પણ હળવદ શહેરમાં આવતી ન હોવાનું તેમજ કંડકટરના ટિકિટ મશીનમાં હળવદ શહેર નાખેલ જ ન હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું છે.

આ મામલે તાત્કાલિક પ્રજાના હિતમાં નિર્ણય લેવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશના વિશેષ આમંત્રિત સભ્ય નયનભાઈ દેત્રોજાએ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીને પત્ર લખી દ્યટતું કરવા રજૂઆત કરી છે.

(10:33 am IST)