Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કચ્છમાં બીજે દિ' વધુ ૩ દર્દી સાથે કોરોનાનો ફૂંફાડો : એકિટવ કેસ ૧૧

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : કચ્છમાં બીજે દિવસે વધુ ત્રણ દર્દીઓ સાથે કોરોનાના એકિટવકેસ વધીને ૧૧ થયા છે. બે દિવસમાં જ ૮ દર્દીઓ નોંધાતાં ચિંતા વધી છે. વળી માંડવી વિસ્તારમાં જ દર્દીઓ વધુ છે. જોકે, તંત્ર દ્વારા સેમ્પલ પણ વધુ લેવાઈ રહ્યા છે. અહીં ૩૮૮ સેમ્પલ લેવાયા છે. અત્યારે ઠંડી વધી છે.

વળી, કચ્છમાં આ વખતે અવરજવર પણ વધુ રહી છે. કોરોના ફરી દેખાતાં લોકોમાં ચિંતા છે સાથે સાથે લોકો કોરોના ગાઈડ લાઈનનું પાલન પણ કરતાં નથી એ પણ કડવી વાસ્તવિકતા છે.

(10:13 am IST)