Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાવનગર : સગીરા ઉપરના બળાત્કારના કેસમાં પકડાયેલ આરોપીને ૧૪ વર્ષની સજા અને છ લાખનું વળતર ચુકવવા હુકમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩૦ : ચાર વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં ગરીબપુરા ગામે રહેતા એક શખ્સ સગીરા ઉપર ખળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. તે અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ ભાવનગરનાં સ્પે, પોકસો જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની ઈ.પી.કો. કલમ ૩૭૬નાં ગુના સબબ આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા . ૧૦,૦૦૦નો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામનાં ફરિયાદી ભોગ બનનાર તા. ૩૦-૬-૨૦૧૭નાં રોજ બપોરનાં સુમારે માલ - ઢોર લઈને ગામનાં તળાવે પાણી પીવડાવવા માટે ગયા હતા . ત્યારે આરોપી વિપુલ કેશુભાઈ મોભ (ઉ.વ. ૨૭) રહે. ગરીબપુરા, વાડી વિસ્તાર, તા. ઘોઘા નામનો રાખ્ય ભોગ બનનારની પાસે આવીને તેણીનું બાવડું પડી અને આરોપીએ પોતાનાં પાસેની લાકડીનાં બે ઘા સાથળનાં ભાગે મારી મુંઢ ઈજા કરી ફરીયાદીની મરજી વિરૂદ્ઘ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને અવાર - નવાર આરોપીએ ભોગ બનનારનો પીછો કરી, હેરાન કરી ભોગ બનનારનાં ઘરે મોબાઈલ ફોન ફેંકી, ભોગ બનનાર સાથે વાત કરવાનું કહેતા તેનાથી કંટાળી જઈ. ગત તા . ૧-૭-૨૦૧૭નાં રોજ બપોરનાં સુમારે પોતાની જાતે કેરોસીન છાંટી, દિવાસળી ચાંપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ. જેમાં તેણી દાઝી ગયેલ, તેમ કરવા પાછળનો આરોપીનો ગુનાહીત કૃત્ય હોવાનું આરોપ છે.

આ બનાવ અંગે ભોગ બનનારે જે - તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવતા. પોલીસે આરોપી વિપુલ કેશુભાઈ મોભ સામે ઈ.પી.કો. કલમ ૩ ર ૩ , ૩ પ ૪ , ૩૭૬ તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ -૨૦૧૨ (પોકસો) ની લમ -૪ તયા કલમ ૮ તેમજ જી.પી. એકટ કલમ -૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરનાં સ્પે જજ પોકસો અને બીજા એડીશનલ સેરાન્સ જજ એ.બી. ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે મૌખિક પુરાવા -૧૯, દસ્તાવેજી પુરાવા -૪૨, સરકારી વકીલ અનોપસિંહ ઝાલાની અસરકારક દલીલો વિગેરે ધ્યાને રાખી આરોપી વિપુલ કેશુભાઈ મોભ સામે ઈ.પી.કો. કલમ ૩૭૬ મુજબનાં ગુન્હા સબબ આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને રોકત રૂ ૧૦,૦૦૦નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજા પોકસો હેઠળ કલમ -૮ અન્વયે ત્રણ વર્ષની કેદની સજા રોકડા રૂા . ૫૦૦૦નો દંડ અને આરોપી દંડ ન ભરે તો ૧ માસની કેદની સજા, ઈ.પી.કો. કલમ -૩૨૩ મુજબ છ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી તેમજ સદર ગુન્હા સંદર્ભે ભોગ બનનારની ઉંમર જોતા ગુજરાત વીકટીમ કોમ્પેન્સેસન સ્કીમ -૨૦૧૯ મુજબ ભોગ બનનારને રોકડા રૂા . ૬,૦૦,૦૦૦  વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

(10:12 am IST)