Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાને ગુજરાત માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપમાં લાંબી કૂદમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ

(ભરત દોશી દ્વારા) ઉપલેટા તા. ૩૦ : દ્વારકા ખાતે યોજાયેલ રાજય કક્ષાની ૪૦ મી ગુજરાત રાજય માસ્ટર એથલેટિક સ્પર્ધામાં લાંબી કુદમા ભાગ લઈ સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉપલેટા નગરપાલિકાના પુર્વ પ્રમુખ દાનાભાઈ ચદ્રવાડીયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ઉપલેટા નગરપાલિકાના વિકાસ શિલ્પી પુર્વ પ્રમુખ દાનાભાઈ ચદ્રવાડીયાએ પોતાના શાસનકાળ દરમ્યાન ઉપલેટા શહેરમાં રોડ રસ્તા, પાણીની નવી પાઈપ લાઈનો, ફીલ્ટર પ્લાન,ડોર ટુ ડોર કચરાનું કલેકશન, સફાઈ માટે સ્વરછ શહેરનો એવોર્ડ સહિત અનેકવિધ વિકાસના અનેક કામો થયા હતા અને ખાસ કરીને ઉપલેટાની ભાવી પેઢી રમત ગમતના ક્ષેત્રમાં ખુબ આગળ વધે એવા શુભ આશયથી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં બનાવેલ રનીંગ ટ્રેકમાં આજે સેંકડો યુવાનો પોલીસ સહિતની વિવિધ ભરતીની તૈયારી કરી રહ્યા છે. એજ કમ્પાઉન્ડમાં બનેલ શ્રેષ્ઠ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ ભવિષ્યમાં ઉપલેટામાંથી શ્રેષ્ઠ રમતવીરો તૈયાર થાય તેવી દીર્ધ દ્રષ્ટિથી બનાવવામાં આવેલ ઉત્ત્।મ નમૂનો છે.

નગરપાલિકાના પ્રમુખ તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરી અને એક ઉમદા ખેલદિલ રમતવીર તરીકે ઉપલેટાને અનેક ક્ષેત્રે ગૌરવ લેવાનો અવસર આપ્યો છે. આજે ૬૩ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એવી ચુસ્તી- સ્ફુર્તિ રોજ વહેલી સવારે ૫ વાગ્યે ઉઠવુ નિયમિત યોગ, કસરત, ક્રિકેટ રમવુ સાદો ખોરાક કોઈપણ પ્રકારનુ વ્યસન નહીં અને સરળ સ્વભાવ હંમેશા બીજાને મદદરૂપ થવાની ભાવના એક ઉમદા સ્પોર્ટ્સમેન તરીકે આગામી તારીખ ૨૧ થી ૨૫ ફ્રેબુઆરીના રોજ યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીતીને ઉપલેટાનુ નામ રોશન કરો એવુ ઉપલેટાની પ્રજા ઈરછી રહી છે. આપના શાસનકાળ દરમ્યાન ઉપલેટા શહેરમાં જે વિકાસના કામો થયા હતા જેને લોકો આજે પણ યાદ કરે છે.

(10:11 am IST)