Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધોરાજીમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધા બાદ લઘુમતી સમાજમાં કોરોના વેક્સિન બાબતે જાગૃતિ આવી

૧૦૫ વર્ષ ની ઊમર ધરાવતા માજી જમીલાબેન વલીમોહંમદ ભગાડ એ કોરોનાવેકસીન રશી કરણ કરાવી લોકોને એક સંદેશ આપેલછે કે જાનહે તો જહાન હે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજકોટ જિલ્લામાં સૌથી ઓછું રસીકરણ થયું હોય તો તે ધોરાજી લઘુમતી વિસ્તારમાં જોવા મળ્યો હતો જેના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વીજળી જિલ્લાની ટીમ ધોરાજીમાં બે બે વખત લઘુમતી વિસ્તારમાં આવીને લઘુમતિ સમાજની જાગૃતિ માટે કરોના વેકેશનમાં લેવા બાબત નો કેમ્પો કર્યા હતા જેના અનુસંધાને ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસ વિભાગ દ્વારા લઘુમતી વિસ્તારની અંદર રસીકરણના કેમ્પો શરૂ કરતાં જાગૃતિ જોવા મળી હતી
આ બાબતે ધોરાજી મુસ્લિમ સમાજના અગ્રણી મકબુલભાઈ ગરાણા તેમજ ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોજ લકકડકુંટ્ટાએ જણાવેલ કે કોરોના મહામારીના સમયમાં મુસ્લિમ સમાજને એક ભાઇ હતો અને રસીકરણ બાબતમાં મુશ્કેલી અનુભવતા હતા અને લોકો સ્વયં આ બાબતે જાગૃત થતા ન હતા પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ આ બાબતે અચાનક ધોરાજી આવતા અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને રસીકરણ બાબતે જાગૃતિ લાવવા અભિયાન હાથ ધર્યું હતું અને મુસ્લિમ વિસ્તાર ના રસીકરણ બાબતનો કેમ કર્યો અને આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા જિલ્લા વિકાસ અધિકારી તેમજ ધોરાજી સરકારી પ્રશાસન વિભાગ વિગેરે દ્વારા જન જાગૃતિ કેળવી અને મુસ્લિમ સમાજને કરુણા મહામારીથી બચવા બાબતે રસિક કામ કરવા અંગે અભિયાન સાથે જાગૃતિ કેળવવા માહિતી આપી હતી જેના અનુસંધાને આજે અમારા વિસ્તારના મહિલા કે જેની ઉંમર૧૦૫ વર્ષ ની ઊમર ધરાવતા માજી જમીલાબેન વલીમોહંમદ ભગાડ એ કોરોનાવેકસીન રશી કરણ કરાવી લોકોને એક સંદેશ આપેલછે કે જાનહે તો જહાન હે આ પ્રકારે મુસ્લિમ સમાજની અંદર પણ જાગૃતિ આવી છે અને ૧૦૫ વર્ષના અમારા સમાજના વૃદ્ધ મહિલા એ પણ પોતે કોરોના વેકેશન લઈને સમાજને જાગૃતિ બાબતે સંદેશો પાઠવ્યો છે આ સાથે ધોરાજી મુસ્લિમ સમાજના તમામ વિસ્તારોમાં ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનીત વાછાણી વિગેરે ટીમ દ્વારા રસીકરણ ની કામગીરી ચાલી રહી છે ત્યારે મુસ્લિમ સમાજના ભાઇ-બહેનો એ સરકારની કામગીરીમાં પૂરો સહયોગ આપવા બાબતે પણ વિનંતી કરી હતી

(8:57 pm IST)