Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું:શહેરમાં એક કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 4 થઈ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જીલ્લો કોરોના મુક્ત થયા બાદ ફરી નવા કેસો નોંધાવાની શરૂઆત થતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. ગઈકાલે કોરોના નો કેસ નોંધાયો હતો .આજે સોમવારે પણ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવ નો એક કેસ નોંધાતા હવે ભાવનગરની હોસ્પિટલમાં કોરોના ના એક્ટીવ કેસ ની સંખ્યા વધીને ચારે પહોંચી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા  પોઝિટિવ કેસનો કુલ આંક 21472 થયો છે. જે પૈકી હાલ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 21170 ડિસ્ચાર્જ થયા છે. અને 298 ના મોત નિપજ્યા છે

(12:50 pm IST)