Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પોરબંદર : યુવાન પર હુમલો

પોરબંદર : હનુમાન ગુફા પોલિસી ચોકી નજીક એક મુસ્લિમ યુવાન ઉપર દાઢી ધારી મુસ્લિમ જૂથના લોકો એ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. હુમલા ખોરો એ રિલાયન્સ કોમ્પ્યુટર વાળા સલીમ સૂર્યના પુત્ર મુનશી ઉપર હુમલો કરી હાથપગ વગેરે જગ્યા એ માર મારી તારા બાપ ને સીધો રહેવા, સ્ટે હટાવી લેવા વિગેરે વાતો કરી હુમલો કર્યાનું જાણવા મળેલ છે વધુ વિગતો મેળવાય રહી છે

(10:55 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST