Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જોડિયાના બાદનપર ગામ પાસે ખેતરમાં દારૂની મહેફિલ માણતા વકીલ સહીત સાત શખ્શો ઝડપાયા

પોલીસે સાતેય શખ્સ પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ અને એક ખાલી બોટલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો

જામનગરમાં આવેલા જોડિયાના બાદનપર ગામ પાસે ખેતરમાં દારૂની મહેફિલ માણતા વકીલ સહિત સાત શખ્સ ઝડપાયા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.

   જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસે વાડી વિસ્તારમાં ઈંગ્લિશ દારૂની મહેફિલ ચાલતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસ એક વકીલ સહિત 7 શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આ અંગેની વિગત અનુસાર, જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસે આવેલા ભાવેશ જીવરાજ કાસુન્દ્રાના ખેતરમાં ઈંગ્લિશ દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડા પાડીને સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સાતેય શખ્સ પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ અને એક ખાલી બોટલ તથા પ્લાસ્ટિકના ગ્લાસ સહિતનો મુદ્દામાલ ઝડપ્યો હતો. તમામ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે

(10:47 pm IST)
  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST