Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઢોરનો ત્રાસ દૂર કરવા ખંભાળીયા એનિમલ કેર્સના ૪૪ યુવાનો દ્વારા આત્મવિલોપન જાહેરમાં કરવાની ચિમકી

ખંભાળીયા, તા. ૩૦ :. વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ હોય તથા કેટલીક વખત ઢોરને કારણે મૃત્યુ થયાના બનાવ પણ બનતા હોય અને ગૌ માતાની અવદશા જોઈને ખંભાળિયા એનિમલ કેર્સના આગેવાન દેસુર ધમા સહિત ૪૪ યુવાનોએ આત્મવિલોપન તા. ૪-૧૨-૨૦ના રોજ આ મુદ્દે યોગ્યના થાય તો કરવાની જાહેરાતના પગલે પાલિકાનું તંત્ર હવે જાગ્યુ છે !!

તાજેતરમાં પ્રમુખ શ્રીમતિ શ્વેતાબેન શુકલ તથા ચીફ ઓફિસર શ્રી મોઢવાડીયાએ સંયુકત સહીથી જિલ્લા કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકાને લેખિત પત્ર પાઠવીને રખડતા ભટકતા પશુઓ માટે ગૌશાળા બનાવવા માટે પાલિકા પાસે કોઈ જગ્યા ઉપલબ્ધના હોય જગ્યા ફાળવવા માંગણી કરી છે.

આત્મ વિલોપન કરવાની ચીમકી આપેલી હતી જેને બ્રહ્મસમાજના અગ્રણી તથા રાજ્યમાં ૬૪ હજાર કાર્યકર્તાઓના સંગઠનના હોદેદાર એવા સતિશભાઈ બાંકોડીએ સોશ્યલ મીડીયામાં ગૌમાતાના પ્રશ્ને ૪૪ - ૪૪ જેટલા યુવાનોએ તંત્ર કામ ના કરતા આત્મ વિલોપનની જાહેરાત કરવી પડે તે દુઃખદ ઘટના જણાવીને આ બ્રહ્મસમાજ સંગઠનના ૬૪૦૦૦ કાર્યકરો આ મુદ્દે સમર્થનમાં છે તેમ જણાવીને જ્યારે એનિમલ કેર્સના કાર્યકરો કહે તે સ્થળે જઈને આંદોલનમા ટેકો આપવાની જાહેરાત કરતા ૪૪ યુવાનોના સમર્થનમાં ૬૪ હજારની સંસ્થા જોડાઈ છે !!

(12:54 pm IST)