Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કેશોદમાં એક જ થીયરીથી ૧૦ દિવસમાં ૧૦ કારખાનાના તાળા તૂટ્યા

કેશોદ,તા. ૩૦: અગતરાય રોડ પર આવેલા વધુ ૫ કારખાનાઓને તસ્કરોએ નિશાન બનાવી મિલકતને નુકસાન સહિત રૂપિયા ૧૦૮૦૦ રોકડની ઉઠાંતરી કરી હતી છેલ્લા ૧૦ દિવસમાં ૧૦ કારખાનાઓમાં એક જ થીયરી અને એક સરખા જ પહેરવેશ ધારીઓની તસ્કરીથી ભોગ બનતા વેપારીઓનો રોષ આસમાને જોવા મળ્યો હતો છેલ્લા દોઢ વર્ષમાં તસ્કરોએ કેશોદના સોંદરડા જીઆઇડીસી તેમજ  અગતરાય રોડ પર આવેલા ૨૦ કારખાનાઓને નિશાન બનાવ્યા છે જેમાં વેપારીઓ ફરિયાદ નોંધાવતા પોલીસની જુદી જુદી એજન્સી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે અને સમય જતાં વેપારીઓ પોલીસ અન્ય કામમાં વ્યસ્ત બનતા તપાસ વિસરાય જાય છે જેથી કરીને તસ્કરો ફરી સક્રિય બની ચોરીને અંજામ આપે છે આવીજ રીતે શનીવારની રાત્રીનાં ૨ થી ૩ વાગ્યાની વચ્ચે અગતરાય રોડ પર આવેલ ૫ કારખાનાઓની દીવાલ ઠેકી તસ્કરોએ કરી તસ્કરી હતી જેમાં યમુના ટ્રેડિંગ મા રૂપિયા ૯૦૦૦ અને દ્યનશ્યામ કોર્પોરેશન મા રૂપિયા ૨૮૦૦ એમ તસ્કરોએ કુલ રૂપિયા ૧૦૮૦૦ રોકડા ની ચોરી કરી હતી આ સમગ્ર દ્યટના સીસીટીવી ફૂટેજ મા કેદ થઈ હતી જેમાં લંગોટ સાથે ચડી બનીયાનધારી ૫ શખ્શો જોવા મળ્યા હતા જેના કારણે વેપારીઓ રાત્રે કારખાના ચાલુ રાખવા રાત્રી રોકાણ કરવા માટે ડરે છે ચોરીની ધટના મા મોટા ભાગના કારખાનાઓ સીંગદાણાના હોવાથી સીંગદાણા એસોસિએશન ના સભ્યો એ રોષપૂર્વક પોલીસ સ્ટેશને પહોંચી રજૂઆત કરી હતી પોલીસે યમુના ટ્રેડિંગ કારખાનાના માલિક રમેશ ભાઇ હદવાણી ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

કેશોદ અગતરાય રોડ પર આવેલા અનંત સિડ્સ કારખાનાના માલિક ભાવેશ ભાઇ ત્રિવેદી ના જણાવ્યા અનુસાર તેઓ અને કેશોદના વેપારી મથક અગ્રાણીઓ રવિવારના રોજ સાંસદ સભ્ય રમેશ ભાઇ ધડુક.સોમવારના દિવસે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ જીલ્લા પોલીસવડા ને મળશે અને શહેરમાં વારંવાર બનતા ચોરીના બનાવોની રજૂઆત કરશે અને જરૂર જણાશે તો સિંગદાણા એસોસિએશનની એક મીટીંગ પણ બોલાવશે

કેશોદ ડીવાયએસપી જે.બી. ગઢવી એ કેશોદ પોલીસ સ્ટેશનના કુલ સ્ટાફ ૫૦ ટકા કર્મચારી આજથી જ રાત્રીના પેટ્રોલીંગ કરશે જેમાં ડીવાયએસપી. પીઆઈ. તેમજ ૨ પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર રહેશે જયારે એન્ટ્રી પોઈન્ટ અને એકઝીટ પોઈન્ટ પર નાકાબંધી કરાશે તેમજ સોમવારના ઇન્ચાર્જ ડીએસપી જાડેજા કેશોદમાં એક વેપારીઓની મીટીંગમાં હાજરી આપશે તેમ જણાવ્યું હતું.

(12:54 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST