Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોરબીમાં મારામારીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીના રિમાન્ડપૂર્ણ થતા જેલહવાલે

મોરબી,તા. ૩૦: સામાકાંઠા વિસ્તારમાં નજીવી બાબતે ચાર શખ્સોએ આધેડને માર મારતા સારવારમાં મોત થયું હતું. જે બનાવ હત્યામાં પલટાયો હોય અગાઉ એક આરોપીને ઝડપી લીધા બાદ પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લીધા હતા. જે ત્રણ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કર્યા છે.

કુબેરટોકીઝ પાછળ રહેતા ગોગનભાઈ વિરજીભાઈ વાઘેલાને ગત તા. ૧૩ ના મેમરી કાર્ડ વેચાતું લેવા મામલે બોલાચાલી થયા બાદ આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર રહે બધા શનાળા બાયપાસ મોરબી વાળાએ માર માર્યો હતો અને ગંભીર ઈજા પામેલ આધેડનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો હોય જે હત્યાના બનાવ મામલે તપાસ ચલાવતા બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયા, પ્રદીપસિંહ ઝાલા અને ભુપતભાઈ સહિતની ટીમે મુખ્ય સુત્રધાર રસિક દેવશી ચારોલીયાની ધરપકડ કરી હતી તો અન્ય આરોપી મુકેશ રસિક, સુરેશ કિશોર અને હરેશ ઉર્ફે ઉગો દેવશી એ ત્રણ આરોપી ફરાર હોય જેને ઝડપી લેવાયા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે.

કુલીનગરમાંથી બીયર સાથે ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા કુલીનગર વિસ્તારમાંથી આરોપી ઇમરાન નુરમામદ મોવર (ઉ.વ.૩૯) રહે મોરબી વિસીપરા વાળાને બીયર નંગ ૪૮ કીમત રૂ ૪૮૦૦ સાથે ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી નિજામ જુસબ કટિયા રહે મોરબી મચ્છીપીઠ પાછળ વાળાનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:50 pm IST)