Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પોરબંદર એસ.ઓ.જી. દ્વારા ઓપરેશન ફોકસ્ડ કોસ્ટલ સીકયુરીટીની સફળ કવાયત

પોરબંદર, તા. ૩૦ : જિલ્લાની આંતરીક અને દરિયાઇ સુરક્ષા અંગે એસ.ઓ.જી. દ્વારા 'ઓપરેશન ફોકસ્ડ કોસ્ટલ સીકયુરીટી' નામથી કવાયત યોજવામાં આવી હતી.

ગૃહ વિભાગ ગાંધીનગરની સુચના આધારે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લાની કોસ્ટલ સીકયુરીટીની સમીક્ષા કરવા અને પોલીસની કાર્યક્ષમતા ચકાસવા 'ઓપરેશન ફોકસ્ડ કોસ્ટલ સીકયુરીટી' નામની કવાયત યોજેલ હતી.

કવાયતમાં એસ.ઓ.જી. ટીમને 'રેડ ફોર્સ ટીમ' તરીકે કામ કરવા અને જીલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને 'બ્લુ ફોર્સ' તરીકે કામ કરવા આદેશ આપેલ જે આદેશાનુસાર એસ.ઓ.જી. રેડ ફોર્સ ટીમ દ્વારા દરિયાઇ જળ માર્ગનો ઉપયોગ કરી કિનારે લેન્ડીંગ કરી જાવર ગામ ખાતે આવેલ સુપરગેસ પ્લાન્ટ ઉપર આંતકવાદી હુમલો કરેલ તે દરમ્યાન હાર્બર મરીન પોલીસ ટીમની સતર્કતાના કારણે રેડ ફોર્સ ટીમને પકડી પાડેલ ત્યાર બાદ તેવી જ રીતે દરિયાઇ જળ માર્ગનો ઉપયોગ કરી ગોસાબારા અને રગબાઇ મંદિર વચ્ચેના દરિયા કિનારે લેન્ડીંગ કરી ગોસાબારા લેન્ડીંગ પોઇન્ટ ઉપર આંતકવાદી લેન્ડ કરી રોડ રસ્તે કોઇ જગ્યાએ હુમલો કરે દરમ્યાન નવીબંદર મરીન પોલીસ ટીમની સતર્કતાના કારણે રેડ ફોર્સ ટીમને પકડી પાડેલ અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા દીધેલ નહીં.

એસ.ઓ.જી. દ્વારા ઓપરેશન ફોકલ્ડ કોસ્ટલ સીકયુરીટી નામની કવાયત દ્વારા પોરબંદર જીલ્લાની કોસ્ટલ સીકયુરીટીની સમીક્ષા કરતા પોરબંદર અને મરીન પોલીસ સ્ટેશનના પોલીસની સતર્કતાના કારણે પોરબંદર જીલ્લાની કોસ્ટલ સિકયુરીટી અભેદ્ય જણાયેલ છે.

સદરહુ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ. એમ.એન. દવે, એસ.ઓ.જી. તથા પીએસઆઇ એચ.સી. ગોહિલ, તથા એએસઆઇ એમ.એમ. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહેબુબખાન બેલીમ તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ ડ્રા. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતાં.

(12:47 pm IST)