Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરેન્દ્રનગરના ઘણાદ ગામમાં

બે પટેલ યુવાનની ચૂંટણીના મન દુખમાં કરેલ હત્યાના ગુન્હામાં ત્રણેય શખ્સોને આજીવન કેદ ફટકારતી ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ

રાજકોટ તા. ૩૦ :.. આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, ગઇ તા. ૧૯-ર-૧૪ ના રોજ જોરાવરનગર પો. સ્ટે. માં ફરીયાદી રમણીકભાઇ ઉકાભાઇ ત્રેટીયા (પટેલ) નાઓએ સકદાર તરીકે (૧) જયેન્દ્રસિંહ દિલુભા ઝાલા (ર) રણજીતસિંહ માધુભા ઝાલા (૩) ભરતસિંહ નરવીરસિંહ રાણા (૪) રાજેન્દ્રસિંહ મનહરસિંહ રાણા (પ) અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીના સમાજના મહેશભાઇ રમણીકભાઇ ભુવા (પટેલ) અને જયેન્દ્રસિંહ દિલુભા ઝાલાને ચૂંટણીના મનદુઃખના કારણે તા. ર-૬-૧ર ના રોજ જયેન્દ્રસિંહના પિતા દિલુભાનું મોત થયેલ જે કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલુ હતો ત્યારે બન્ને પક્ષના લોકો કેસની મુદતે સેશન્સ કોર્ટમાં હાજરી પુરાવીને જતા હતા ત્યારે પ્રેમજીભાઇ ઉકાભાઇ તથા રમણભાઇ દેવજીભાઇ મોટર સાયકલમાં જતા હતા ત્યારે પાછળથી વાહન ભટકાડી મોત નિપજાવેલની ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદીની ફરીયાદ પરથી તપાસ દરમ્યાન પોલીસે ત્રણ આરોપી નં. (૧) જયેન્દ્રસિંહ દિલુભા ઝાલા (ર) ભરતસિંહ નરવીરસિંહ રાણા (૩) રાજેન્દ્રસિંહ મનહરસિંહ રાણાની અટક કરેલ હતી. અને તેઓની સામેનો કેસ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણેય આરોપીની આજીવન કેદની સજા ફટકારેલ હતી.

કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, સન ર૦૦૭ થી ર૦૧૧ સુધી સુ.નગરન ઘણાદ ગામમાં સરપંચની ચૂંટણી હતી અને ગામમાં  સ્ત્રી અનામત સીટ હતી જેથી તમામ ગામજનોએ એકમત થઇ સરપંચ તરીકે મંન્છાબા દિલુભા ઝાલાને બીનહરીફ સરપંચ થયેલા તે સમયમાં મંન્છાબા વતી તમામ વહીવટ તેમના દિકરા જયેન્દ્રસિંહ દિલુભા ઝાલા કરતા હતાં.

ત્યારબાદ ર૦૧૧ માં ફરી સરપંચની ચૂંટણી આવતા ચૂંટણીમાં પટેલ સમાજ તરફથી મહેશભાઇ રમણીકભાઇ પટેલ નાઓએ ફોર્મ ભરેલ અને તેમની સામે જયેન્દ્રસિંહ દિલુભા ઝાલાએ ફોર્મ ભરેલ. ત્યારબાદ મહેશભાઇને ફોર્મ પાછુ ખેંચવા માટે જયેન્દ્રસિંહ તથા તેમના માણસ ભરતસિંહ નરવીરસિંહ રાણા ધમકી આપતા હતાં. મહેશભાઇને ફોર્મ પાછુ ખેંચેલ નહી અને ચૂંટણી થતા મહેશભાઇ જીતી ગયેલ અને જયેન્દ્રસિંહ હારી ગયેલ હાર સહન ન થતા પટેલ સમાજ વિરૂધ્ધ રાજદ્રોહ રાખતા અને બદલો લેવા અવાર નવાર પટેલ સમાજના લોકોને ધાક ધમકી આપતાં.

સન ર૦૧ર માં જયેન્દ્રસિંહે ગામના સરપંચ મહેશભાઇ ઉપર પંચાયતની ઓફીસમાં ધારીયા તથા પાઇપ વડે હૂમલો કરતા તે બાબતની ફરીયાદ લખતર પો. સ્ટે. માં કરવામાં આવેલ.

ત્યાર બાદ જયેન્દ્રસિંહના કાકા રણજીતસિંહ માધુભા ઝાલાએ પટેલ સમાજના રમણીકભાઈ ઉકાભાઈ ઉપર તેમના ઘરે જઈને લોખંડના પાઈપ વતી હુમલો કરેલ અને બન્ને પક્ષે મારામારીમાં જયેન્દ્રસિંહના પિતા દિલુભાનું અવસાન થયેલ તે બાબતની ફરીયાદ રણજીતસિંહે પટેલ સમાજના કુલ ૨૧ લોકો વિરૂદ્ધ કરેલ તે કેસની કાર્યવાહી સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલતી હતી.

તા. ૧૯-૨-૧૪ના રોજ કેસની તારીખ સુ.નગર હતી ત્યારે પટેલ સમાજના તમામ લોકો કોર્ટમાં હાજર હતા અને સામા કેસની તારીખ પણ તે જ દિવસે હોય કોર્ટમાં રણજીતસિંહ તથા ભરતસિંહ હાજર હતા અને કેસમા તારીખ પડતા તમામ કોર્ટ કમ્પાઉન્ડમાંથી અલગ અલગ વાહનોમાં ઘરે જવા નિકળેલા ત્યારે ભરતસિંહ કોર્ટ કમ્પાઉન્ડમાં ફોનમાં વાત કરતા હતા.

પ્રેમજીભાઈ ઉકાભાઈ તથા રમણભાઈ દેવજીભાઈ બન્ને એક મો.સા.માં નિકળેલા અને તે સમયે ભરતસિંહ પણ કોર્ટમાંથી નીકળી ગયેલા. બપોરના ૧.૧૫ થી ૧.૩૦ના સમયગાળામાં કરણગઢથી અણીન્દ્રા જતા રોડ ઉપર મો.સા.ને પાછળથી તુફાન ગાડી વડે ટક્કર મારેલ અને બન્નેને ગંભીર ઈજા થતા બન્નેનું મૃત્યુ થયેલ તે બાબતની ફરીયાદ રમણભાઈ ઉકાભાઈએ જોરાવરનગર પો. સ્ટે.માં કરેલ. ફરીયાદીની ફરીયાદ ઉપરથી પોલીસ તપાસ કરતા તપાસમાં એવી હકીકત ખુલવા પામેલ કે આરોપી ભરતસિંહ કોર્ટથી આ બન્ને મરણ જનારની વોચમા હતા અને આરોપી જયેન્દ્રસિંહ તથા આરોપી રાજેન્દ્રસિંહ બન્ને તુફાન ગાડી લઈ રોડ ઉપર છુપાઈને બેઠા હતા અને ભરતસિંહ મરણજનારના લોકેશન આપતા હતા અને એક બીજાના સંપર્કમાં હતા અને મો.સા. નીકળતા તુફાન ગાડી વડે પાછળથી જોરદાર ટક્કર મારતા બન્નેના મોત નિપજાવેલ. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ અને પુરતો પુરાવો હોય નામદાર કોર્ટમાં ચાર્જસીટ કરેલ.

સદર કેસ પુરવાર કરવા ફરીયાદ પક્ષ દ્વારા કુલ ૫૪ સાહેદોને તપાસવામાં આવેલ અને કુલ ૮૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને ત્યાર બાદ મૂળ ફરીયાદી વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ દ્વારા વિગતવારની લેખીત દલીલ તથા નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ કરવામાં  આવેલ અને સરકારી  વકીલ શ્રી પી. એન. ઝાલાનાઓએ વીગતવારની મૌખીક દલીલ તથા નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ જે તમામ હકિકતોને ધ્યાને લઇને ધ્રાંગધ્રાના મહે. એડી. સેશન્સ જજ શ્રી એસ. એમ. રાજપુરોહીત એવા નિર્ણય ઉપર આવેલા કે, આ કામના ત્રણેય આરોપીઓ ખુબ જ જનુની સ્વભાવના હોય, ગુન્હાહીત કાવત્રુ રચી, પ્રાફેશનલ રીતે ખૂબ જ ચાલાકીથી બન્ને મરણજનાર મો. સા. લઇને જતા હતા ત્યારે આરોપીઓએ તુફાન ગાડી વડે ટકકર મારી, જીવલેણ ઇજાઓ કરી, મૃત્યુ નિપજાવી, ખુન કરી, ગુન્હાહીત કૃત્ય કરેલ છે તે સબબ ત્રણેય આરોપીઓને આઇ. પી. સી. કલમ ૩૦ર સાથે ૩૪ મુજબના શીક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની તથા રૂ. ૩,૦૦,૦૦૦ નો દંડ ફરમાવવામાં આવેલ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ અને તમામ આરોપીઓને કલમ ૧ર૦ (બી) મુજબનાં શીક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની તથા રૂ. ૩,૦૦,૦૦૦ નો દંડ ફરમાવવામાં આવેલ.

આ કામમાં મુળ ફરીયાદી રમણભાઇ ઉકાભાઇ ત્રેટીયા (પટેલ) તરફે સૌરાષ્ટ્રનાં  ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નશીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી તથા શ્રીકાંત મકવાણા, નીલ શુકલા તથા સરકારી વકીલ પી. એન. ઝાલા રોકાયેલ હતાં.

(11:38 am IST)