Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં ભરાતી રવિવારી બંધ

વઢવાણઃ સુરેન્દ્રનગર દુદ્યરેજ વઢવાણ નગરપાલિકા ના વિસ્તારમાં આવેલા મેળાના મેદાનમાં દર રવિવારે ગુજરી ભરાય છે તેમાં ગયા રવીવારે કોરોના ની વિશ્વ મહામારી માં સોસયીલ ડીસ્ટન નુ પાલન જળવાયુ નોતુ અને ખુબજ ભીડ થવા પામી હતી આ બાબત જીલ્લા કલેકટર કે રાજેશ ને ઘ્યાને આવતાં સુરેન્દ્રનગર ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાને આદેશ કરવામાં આવ્યો કે રવીવારે હવે પછી ગુજરી બંધ રખાવશો.

તેના અનુસંધાને નગરપાલિકા વહીવટીદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયા ના માર્ગદર્શન હેઠળ હાઊસટેક્ષ ઇન્સ્પેકટર છત્રપાલસિંહ ઝાલા, પીયુસ ચીહલા તેમજ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ સી એ એરવાડીયા આદેશથી આવેલા તેમના ટ્રાફિક જમાદાર જીલાનીભાઇ હુશેનભાઇ,ગણપતસીંહ ઝાલાએ સવાર ના ૬/૩૦ એ મેળા ના મેદાનમાં આવીને તમામ ગુજરી બજાર ના વેપારીઓ ને દુર કર્યા હતાં તેમજ બીજો આદેશ નો થાય ત્યાંસુદ્યી મેળાના મેદાનમાં તેમજ બહાર કયાય પણ ગુજરી બજાર ને ભરાવા દેવાશે નહીં. ગુજરીના વેપારીઓ તેમજ ગુજરીમાં ખરીદી કરતાં લોકો બનેં માંથી એકપણ સોસીયલ ડીસ્ટનનુ પાલન કરતાં નથી. નથી માસ્ક પહેરતા જેથી તેમના અને નાગરીકો ના હીત માટે અમારે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને જરૂરી પણ હતુ તંત્ર તમને દ્યંદ્યો કરવાની છુટ આપેછે તો તમારે કોરોના ની ગાઇડ લાઇન નુ પાલન કરવુ જરૂરી છે આપણાં અને બીજા ના હીત માટે અમે પણ સમજી છીએ કે નાના માણસો ની રોજી રોટી છે.પણ તે નીયમોનુ પાલન ન કરે તો શું કરવુ ગયા રવીવારે અતીશય ભીડ હતી અને તે પણ કોઇ જાતનુ સોશ્યલ ડીસ્ટન નહીં માસ્ક નહીં હાલમાં તેમને સમજવુ જોઇએ તેમજ ખરીદી કરનાર ને પણ સમજવુ જોઇએ અત્યાર સુધી તંત્ર એ તેમની રોજીરોટીનુ ઘ્યાન રાખીયુ છે પણ પછી તેઓ કોઇવાતે નો માને તો ના છૂટકે નીયમ મુજબ કાર્યવાહી કરવી પડે છે.

(11:38 am IST)