Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂનાનક જયંતિની સાદાઈથી ઉજવણી

કોરોના મહામારીમાંથી મુકિત અપાવવા ગુરૂદ્વારાઓમાં પ્રાર્થનાઃ સમૂહ લંગર પ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો રદઃ માત્ર પૂજન-અર્ચન

પ્રથમ તસ્વીરમાં ધોરાજીમાં ગુરૂનાનક જયંતિ નિમિતે સાદગીપૂર્વક પૂજન-અર્ચન કરાયુ તે અને બીજી તસ્વીરમાં ગોંડલમાં પણ સાદગીથી ઉજવણી થઈ તે નજરે પડે છે (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી, ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ગુરૂનાનક જયંતિની સાદાઈથી ઉજવણી કરવામં આવી રહી છે. કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે.

કોરોના મહામારીમાંથી મુકિત અપાવવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. સમૂહ લંગર પ્રસાદ, મહાઆરતી સહિતના સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. માત્ર પૂજન-અર્ચન કરીને ગુરૂનાનક જયંતિ ઉજવાઈ રહી છે.

ગુરૂનાનકદેવની ૫૫૧મી જન્મ જયંતિ નિમિતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દીપાંજલિ સ્વરૂપે ઉજવવામાં આવી રહી છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સાંજે ૭ વાગ્યે ગાયત્રી પરિવારના દરેક પરિજન પોતાના ઘરે પાંચ દીવડા પ્રગટાવી ૨૪ ગાયત્રી મંત્ર દ્વારા ભાવાત્મ આહુતિ આપનાર છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ગુરુનાનક સાહેબની ૫૫૧ મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી ધોરાજી ના વદ્યાસીયા ચોરા પાસે આવેલ ગુરુનાનક સાહેબના મંદિર ખાતે ૫૫૧ મી જન્મ જયંતી નિમિત્ત્।ે આજે વહેલી સવારે ગુરૂ કા મહેલ થ્રી ગુરૂ નાનક સાહેબના મંદિર સુધી પ્રભાતફેરી યોજાઇ હતી તેમજ મંદિર ખાતે ચાલતી કથાની પુર્ણાહુતી યોજાઇ હતી ગુરૂનાનકની જન્મ જયંતી નિમિત્ત્।ે મંદિર ખાતે વહેલી સવારે પૂજા અર્ચના અને મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો આ તકે સિંધી સમાજના લોકો એ ગુરુનાનક સાહેબના મંદિરે જઈને દર્શનનો લાભ લીધો હતો તેમજ આ તકે આજે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે ગુરૂ નાનક ની જન્મ જયંતી નિમિત્ત્।ે ગુરુ કા મહેલ ખાતે રાત્રે ભવ્ય સત્સંગનો કાર્યક્રમ યોજાશે.

(11:34 am IST)