Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બુધવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સમુહલગ્ન

૧૧ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશેઃ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.અથાણાવાળા નિશ્રામાં આયોજન

રાજકોટ, તા.૩૦: શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના રાજ દરબારમાં છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે ભવ્યાતિભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન થાય છે. જેમાં દાદાના આશિર્વાદ લેવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવી કન્યાઓને પૂરતા કરિયાવર સાથે લગ્નગ્રંથિથી જોડીને સુખી સંપન્ન જીવન માટે રૂડા આશીર્વાદ પાઠવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીની ગાઇડલાઇન અને સુચના મુજબ સમુહલગ્નોત્સવની કડીને જોડી રાખવા માટે ૧૧ દંપતિઓને 'પંચમ સમુહલગ્નોત્સવ'નું આયોજન તા.રને બુધવારે કરાયુ છે.

સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો, સત્સંગનાં બાગને નવપલ્લવિત રાખી સમાજ સેવામાં સદાય તત્પર છે, જેનાં ભાગરૂપ આપણા લાડીલા વ્હાલા પીઠાધિપતિ પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા અમારા પરમ પૂજય ગુરૂવર્યશ્રી અથાણાવાળા સ્વામી- વડતાલનાં દિવ્ય આશીર્વાદથી તેમજ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડનાં સાથ સહકારથી એવમ ગુરૂવર્યશ્રી અથાણાવળા સ્વામી સંતમંડળ દ્વારા શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મહારાજની નિશ્રામાં તથા સ.ગુ.શ્રીગોપળાનંદ સ્વામીની સંકલ્પસિધ્ધ તીર્થભૂમિ સાળંગપૂરમાં પંચમ સમૂહ લગ્નમહોત્સવનું ભવ્ય આયોજન કરી ૧૧ દિકરીઓને કન્યાદાન કરવાનાં અણમોલ અવસરે આપ સૌ ભકતજનોને નવદંપતિઓને રૂડા આશીર્વાદ આપવા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરએ આમંત્રણ પાઠવ્યુ છે.

૧૧ દિકરીઓના પંચમ સમુહલગ્નનાં મુખ્ય યજમાન બાબુભાઇ જમનાદાસ પટેલ, (ધારાસભ્ય દસકોઇ), પ્રકાશભાઇ બળદેવભાઇ પટેલ (ગાંધીનગર), સુપુત્રી કશીર્ર અને આરાધ્ય, લક્ષ્મીકાંતભાઇ દેવજીભાઇ ઠક્કર - મુલુન્ડ મુંબઇ- હસ્તે યોગેજ તથા  દેવેશ, સમુહલગ્નના સહ યજમાન વાસુદેવ (ક્રેએશન પ્રા.લી. સૂરત- જીજ્ઞેશભાઇ, અંકિતભાઇ, હરેશભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ (સોમાભાઇ) અંબાલાલ પટેલ (વડોદરા), જૈનિશ (દિનેશભાઇ ભુંછડા જેતપુર) પરિવાર છે.

ભોજન-મહાપ્રસાદ તથા મંડપના યજમાનો અજયભાઇ બોરીયા, અનિલભાઇ નાનજીભાઇ સુરાણી, મનજીભાઇ વાલજીભાઇ ડકીવાર, અશ્વિનભાઇ ઓત્તમચંદ વસા, લીનાબેન હસમુખરાય ડી.મહેતા હ.દિનેશભાઇ મહેતા પરિવાર મોરબી તથા જયોતિબેન નિલકંઠભાઇ જોષી (મુંબઇ) પરિવાર છે.

જયારે કરિયાવરના યજમાનો પ્રવિણભાઇ લાડ (યુ.કે.) સંજયભાઇ દેવચંદભાઇ વસોયા (સંસ્કૃતિ સિલ્ક મીલ સુરત), પૃથ્વીરાજસિંહ દિપસંગભાઇ ચાવડા, ધર્મેન્દ્રસિંહ ઝલિુભાઇ ડોડ, સરદારસ્િંહ ભરતસિંહ રાઠોડ, શૈલેષભાઇ પટેલ (વરમોરા પ્લાસ્ટિક) સુનિલભાઇ રામસંધાની (અમદાવાદ), જશભાઇ ચતુરભાઇ પટેલ (યુ.એસ.એ) હસ્તે બંદિશભાઇ જનરલ ઇલે.એજન્સી હ.અરવિંદભાઇ પટેલ (નડિયાદ), હંસાબેન ગુણવંતરાય શાહ (મુંબઇ) દેવેન્દ્રભાઇ અમરશીભાઇ પનારા (મોરબી), દિપકભાઇ સોની (ગઢડા), મહેશભાઇ તિલારા, મોહનભાઇ અગ્રવાલ (મુંબઇ) રમેશભાઇ જેઠાણી (મુંબઇ), ગૌરાંગ નાનજીભાઇ પટેલ (રાજકોટ) વિશાલભાઇ સોની (બાપા સીતારામ જવેલર્સ-બોટાદ), પ્રદિપભાઇ (આશ્તરેઇન વેર- અમદાવાદ) કિરણ હેન્ડલુમ હ.જીતુભાઇ (સુરત) આર.વી.ચોકસી હસ્તે જયંતિભાઇ અને અરવિંદભાઇ (ધંધુકા), સાંખ્યયોગી ગીતાબા (ખંભાત) ભરતભાઇ પૂનમભાઇ પટેલ (શકિત પટેલ-ભાઇલો) સોનુભાઇ (અમદાવાદ) અશોકભાઇ નિર્મળ (ગોંડલ) છે.

આ સમુહ લગ્નમાં સોશ્યલ ડીસ્ટન્સ તથા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરનાં કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીની આગેવાનીમાં તૈયારી થઇ રહી છે.

(11:33 am IST)
  • ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : 4 હજાર મીટર જેટલી ઉંચી અગ્નિની જ્વાળાઓ પહોંચી : 28 ગામોના હજારો નાગરિકોનું સ્થળાંતર કરાયું : સ્થાનિક એરપોર્ટ બંધ કરી દેવાયું : ઇન્ડોનેશિયામાં આવા 120 જેટલા જ્વાળામુખી છે access_time 5:56 pm IST

  • આજે ગુરૂનાનક જયંતિઃ કોરોના સંક્રમણ ધ્યાને લઇ જાહેર ઉજવણી બંધ : ઘેર ઘેર દીપ પ્રાગટય કરાશે : પ્રસાદ ફુડ પેકેટરૂપે અપાશે : શીખ અને સિંધી સમાજના હૈયે છવાતો ઉમંગ : ગુરૂદ્વારાઓમાં થશે સિમિત સંખ્યામાં પુજા અર્ચના : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ દિપાંજલીનું આયોજન : રાજકોટના સદર બજાર ગુરૂદ્વારામાં સાદગીપૂર્ણ થશે ઉજવણી access_time 11:25 am IST

  • વિશ્વમાં કોરોનાના ૬.૩૦ કરોડથી વધુ કેસઃ ૧૪.૬૪ લાખ લોકોના મોત : વિશ્વમાં ૬,૩૦,પ૩,૦૦૦ કોરોનાના કેસઃ કુલ ૧૪,૬૪,૦૦૦ લોકોના મોતઃ ૪.૩પ કરોડ લોકો સાજા થયા છે છેલ્લા ર૪ કલાકમાં ૪.૯૬ લાખ કેસ આવ્યાઃ ૭ર૧૮ ના મોતઃ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧૦૪૬ ટકા તો રિકવરી રેટ ૯૩.૬૮ ટકા છે access_time 11:26 am IST