Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ખંભાળીયાના ભાતેલમાં દિપડાનો પડાવઃ વધુ એક પાડીનું મારણ

ખંભાળિયા તા.૩૦ : તાલુકાના ભાતેલ ગામ નજીક જંગલ અને તળાવ જેવા વિસ્તારોમાં ચારેક દિવસથી આવેલ બટકાનો દીપડો હજુ જંગલ ખાતાના કર્મીઓના સકંજામાં આવ્યો નથી.

ફોરેસ્ટ અધિકારીઓ શ્રી ભીખાભાઇ આહિર જામનગરના શ્રી ગઢવી વિ. એ બે બે ટુકડીઓ બનાવીને દિપડાને શોધવા કામગીરી શરૂ કરી છે. પણ સફળતા મળી નથી.

બે દિવસથી બકરીના મારણ સાથે પાંજરૂ મુકેલ છે પણ તેમાં આવવાના બદલે ભાતેલ પાસે એક ખેડુતની પાડી (ભેંસના બચ્ચા)નું મારણ કરીને ગઇકાલે નાસી ગયો હતો.

જો કે ખેડુતો પણ બેટરી, ટોર્ચ, લાઇટો, લાકડીઓ સાથે પાંચ સાતના ગ્રુપમાં અથવા તો એક વાહનમાં જ નીકળે છે પણ હાલ શિયાળાનો સમય હોય દીપડાના ભયથી વાવેતર પણ કરી શકતુ નથી.

જો કે વધુ એક પાંજરૂ લાવીને બે પાંજરા ગોઠવી પકડવા તજવીજ શરૂ કરાઇ છે.

(1:07 pm IST)