Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમરેલી જીલ્લામાં આપઘાતની ૩ ઘટના

અમરેલી તા. ૩૦ :.. અમરેલી જીલ્લામાં આપઘાતની ૩ ઘટના બની છે.

બગસરા તાલુકાનાં જુની હળીયાદ ગામે રહેતા મનુભાઇ રાજાભાઇ દાફડા (ઉ.ર૭) કોઇ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ મોત નિપજયાનું બગસરા પોલીસ મથકમાં ગોવિંદભાઇ દાફડાએ જાહેર કરેલ  છે.

અમરેલી જીવરાજ પાર્ક બ્લોક નં. ર૮ લાઠી રોડ પર રહેતા બાબુભાઇ કાનજીભાઇ સોડીંગરા ઉ.૮પ ને શ્વાસની બીમારીથી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા પી જતા ૧૦૮ દ્વારા અમરેલી સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યાનું પુત્ર શાંતીભાઇ સોડીંગરાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

લાઠી તાલુકાનાં ચાવંડ ગામની સીમમાં રવજીભાઇ કયાડાની વાડીએ પતિ સાથે રસોઇ બાબત બોલાચાલી થતાં. પોતાને લાગી આવતા વર્દીબેન પપ્પુભાઇ પરમાર ઉ.રર પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી છે.

પશુઓની કતલનો પ્રયાસ

અમરેલી મોટા ખાટકીવાડમાં ત્રણ વાછરડા ઘાસચારા કે પાણીની સગવડ વગર ટૂંકી રસ્સીથી બાંધી એક વાછરડાને કતલ કરવાની પેરવી સાથે. હાજી ઇસ્માઇલ સોલંકી, શાબેરાબેન હાજી સોલંકી, જબુનબેન સતાર સોલંકી, ગુન્હાતી કાવતરૂ રચતા તેમની સામે ગુન્હો નોંધી હે. કોન્સ. હરેશસિંહ પરમારે ત્રણ વાછરડાને સુરક્ષીત રીતે પાંજરાપોળમાં મોકલી આપેલ. તેમજ કતલ કરવાનાં અલગ અલગ સાધનો, ગૌમાંશ, વજન કરવાનો કાંટો સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે.

જાફરાબાદમાં ધારા બંદરમાં પૈસા બાબતે યુવાન પર હૂમલો

જાફરાબાદ તાલુકાનાં ધારાબંદર ગામે રાજૂભાઇ ચીનુભાઇ સોલંકી ઉ.રપ ને પૈસા બાબતે ફોન કરી બોલાવી. ભરત કસાએ ગાળોબોલી પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:06 pm IST)