Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમરેલીમાં મારામારી અને રાયોટીંગના ગુનામાં રીકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ

અમરેલી તા. ૩૦ : ગઇ તા. ૮/૯/ર૦૧૯ ના રોજ રવિરાજ શેખવા, તથા અનન્ય મળી કુલ ૬ જેટલા આરોપીઓએ કુકાવાવ રોડ, જકાતાનાકા પાસે ઓલ રીલાયન્સ ઇન્ફો.કોમની ઓફીસે કામ કરનાર સિકયુરીટી ગાર્ડ તથા તેના બે ભાઇઓ ને લોખંડના પાઇપ તથા બેઝબોલના ધોકા જેવા હથિયારો વડે માર મારી ઓફીસમાં તોડફોડ કરી નુકશાન કરી વાહનમાં નાશી ગયેલ હોય જે અંગે અમરેલી સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૭૩/ર૦૧૯ ઇ.પી.કો.ક.૩ર૩, ૩ર૪, પ૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪ર૭, તથા જી.પી. એકટ ક.૧૩પ મુજબ ગુન્હો રજી.થયેલ. આ ગુન્હામાં આરોપી રવિરાજ ઉદયભાઇ શેખવા, ઉ.૩ર રહે. અમરેલી, ચિતલ રોડ, ગુરૂકૃપાનગર, ર વાળાને તા. ર૬/૧૧/ર૦૧૯ ના રોજ અટક કરવામાંં આવેલ. અને ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર તથા વાહન બાબતે તથા જરૂરી મુદાઓની તપાસ માટે પોલીસમાં રીમાન્ડ મળવા રજુઆત કરતા આરોપીના તા.ર૯/૧૧/ર૦૧૯ સુધીના પોલીસ રીમાન્ડ નામ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપી રવિરાજ ઉદયભાઇ શેખવા ઉ.૩૬ રહે. અમરેલી ચિતલ રોડ, ગુરૂકૃપાનગર-ર વાળાને સાથે રાખી કઇ રીતે ગુન્હાને અંજામ આપેલ જે બાબતે રીકુન્ટ્રુશન પંચનામું કરવામાં આવેલ અને મજકુરે ગૂન્હામાં વપારેલ હથિયાર તથા વાહન ડીસ્કવરી પંચનામું કરી કબ્જે કરેલ છે જેમાં એક અલ્ટો કાર રજી. નં.જીજે ૧૪ એ.એ.૯૭૯૭ કિ. રૂ.૬૦,૦૦૦ તથા એક બેઝબોલનો ધોકો કિ. રૂ.૦૦ તથા એક લોખંડનો પાઇપ કિ. રૂ. મળી કુલ કિ. રૂ.૬૦,૦૦૦ નો ગૂન્હામાં ઉપયોગ કરેલ મુદામાલ કબ્જે કરેલ છે. આ આરોપીના પોલીસ રીમાન્ડ મેળવી ગૂન્હા સબંધી મહત્વના પુરાવાઓ મેળવવા પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપીએ ગૂન્હા કઇ રીતે આચરેલ જે બાબતે રીકન્સ્ટ્રકન પંચનામું તથા ડીસ્કવરી પંચનામું કરી આરોપી પાસેથી મુદામાલ રીકવર કરી ગુન્હા સબંધી પુરાવા મેળવવામાં અમરેલી પોલીસને સફળતા મળેલ છે.

(1:04 pm IST)